અમદાવાદમાં ફિલ્મ મહેરામણ - AIFF 2025માં 3600+ ફિલ્મ્સનું થયું સબમિશન

30 November, 2024 04:48 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ઓમ્ગુરૂ ફિલ્મ પ્રોડક્શન આયોજીત અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ એ ન માત્ર અમદાવાદ માટે પરંતુ ગુજરાત અને ભારત માટે ગૌરવવંતી ક્ષણ બની રહેશે. કારણ કે અહીં કલા છે, કલાકાર છે અને કલાને પરખનારી, કલાને સમ્માન આપવાવાળી કલાપ્રિય જનતા પણ. 

અમદાવાદમાં ફિલ્મ મહેરામણ - AIFF 2025માં 3600+ ફિલ્મ્સનું થયું સબમિશન

નવી દિલ્હી [ભારત], 30 નવેમ્બર:  એક સમય હતો કે જ્યારે ગુજરાતી ફિલ્મ જગત ગુજરાતી ચિત્રપટ તરીકે ઓળખાતું. સમય જતા ગુજરાતી ફિલ્મ જગતમાં રાઈટર્સ, ડીરેક્ટર્સ, આર્ટીસ્ટ અને સાથે સાથે ફિલ્મોની વાર્તાઓ આધુનિક થવા લાગી. વિષયવસ્તુ કદાચ એક હોઈ શકે પરંતુ તેને લોકો સમસ્ત પ્રસ્તુત કરવાની રીત આધુનિક અને લોકપસંદ થવા લાગી. જેના કારણે આ ક્ષેત્રે અનેક નાના મોટા પ્રોડક્શન હાઉસીસ અને તેનાથી પણ વધારે પ્રોડ્યુસર્સ આગળ આવ્યા અને આ ક્ષેત્રને વિશ્વવ્યાપી બનાવ્યો. 

હવે ગુજરાતમાં ન માત્ર ગુજરાતી ફિલ્મો પરંતુ દેશ વિદેશની વિવિધ ભાષાઓની, વિવિધ વિષયોની અને મનોરંજનસભર ફિલ્મોનું નિર્માણ થઈ રહ્યું છે. જેમ વાત કરી એમ ગુજરાતમાં ફિલ્મી ક્ષેત્રને આગળ વધારવા નાના મોટા અનેક પ્રોડક્શન હાઉસીસ કાર્યરત થયા છે. જેમાં બહુમુખી પ્રતિભાઓને પોતાની કલા પ્રસ્તુત કરી ફિલ્મ ક્ષેત્ર આગળ વધવાનો એક મોકળો માર્ગ મળી રહે છે. એ પછી રાઈટર્સ હોય, ડીરેક્ટર્સ હોય કે અભિયનક્ષેત્રને લગતી તમામ કલાઓના સાધકો હોય. 

આજના સમયમાં કલાકારો માટે આવશ્યક છે તેમને પૂરતું પ્રોત્સાહન મળવું. પોતાના કામથી, પોતાની કલાથી નામ અને દામ બંને મળે તો છે જ, પરંતુ કલાકારોમાં કે કલાસાધકોમાં આ કલા જીવંત રહે અને તેઓની કલામાં સતત વધારો થતો રહે તે માટે એમને કરેલા કાર્યો, લોકપસંદગી પર ખરી ઉતરેલી એમની કલા અને લાખો લોકોના માનસપટલ પર લાંબા સમય સુધી બની રહે તેવી અસરકારક ફિલ્મની અમૂલ્ય સોગાત મળતી રહે તે માટે અનેકવિધ પ્રકારના એવોર્ડ્સથી તેમને સમ્માનીત કરવા, એ આપણા ગુજરાતમાં વર્ષોથી ચાલી આવી રહ્યું છે.

ગુજરાતી ફિલ્મ એવોર્ડ્સ, ટ્રાન્સમેડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ્સ, ગુજરાત આઇકન એવોર્ડ્સ અને ગુજરાત રાજ્ય ફિલ્મ એવોર્ડ્સ જેવા અનેક એવોર્ડ્સ ગુજરાતમાં વર્તમાન સમયમાં નિયમિતપણે આયોજીત થઈ રહ્યા છે. જેનાથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક નવો આકાર મળ્યો છે. જે ગુજરાત અને ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. પરંતુ હજુ આનાથી પણ વધુ બે સ્તર ભારીખમ એવોર્ડ ફંક્શન ગુજરાતમાં થાય તો..... હવે ગુજરાત રાજ્યસ્તરીયથી આગળ વધીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલ અને એવોર્ડ્સ પર નજર ચાંપી રહ્યું છે. સારી વાત એ છે કે આની શરૂઆત પણ થઈ ચુકી છે. 

આંતરરાષ્ટ્રીય સ્તરે ફિલ્મ અને કલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્યોને બિરદાવવા હવે અમદાવાદના ઓમ્ગુરૂ ફિલ્મ પ્રોડક્શને એક અનોખી શુરુઆત કરી છે. ઓમ્ગુરૂ ફિલ્મ પ્રોડક્શન - આધ્યાત્મિક ગુરૂ, લેખક, ગીતકાર, સંગીતકાર, દિગ્દર્શક અને કલાપ્રેમી ઓમ્ગુરૂ ના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. તેઓ માને છે કે - વાર્તા લખવાથી લઈને લોકો સુધી જ્યારે વાર્તા ફિલ્મના રૂપમાં પહોંચે છે ત્યાં સુધી લગભગ 500 કે તેથી વધુ લોકોને નામ અને દામ બંને મળતા હોય છે. જેથી ફિલ્મ અનેક લોકો માટે જીવનનિર્વાહનું મુખ્ય સાધન પણ છે. સાથે જે તેઓનું માનવું છે કે કલાકારોને તેમના કરેલા કાર્યો માટે યથાયોગ્ય સમ્માન આપવામાં આવે તો તેઓ હજુ વધુ ઉત્કૃષ્ટ પરિણામ આપી શકે છે. ફિલ્મ એ સમાજનું દર્પણ છે. જેમાંથી લાખો લોકો પ્રેરણાં, માર્ગદર્શન અને મનોરંજન પ્રાપ્ત કરતા હોય છે. ફિલ્મની ભાષા, સ્થળ, પાત્રો, વિષયવસ્તુ કે સંગીત જેવા અન્ય પરિબળો વિભિન્ન હોય શકે છે પરંતુ ફિલ્મથી જ લોકો વધુ પ્રેરાય છે. આવા દીર્ઘદ્રષ્ટિકોણથી ઓમ્ ગુરૂએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલના વર્ષ 2022માં શુભ ગણેશ માંડ્યા. સમયોચિત આ ઇવેન્ટ્સ યોજાતી રહી અને વર્ષ 2024માં આ ઇવેન્ટને ચાર ચાંદ લાગ્યા.  

ન માત્ર ગુજરાતના કે આપણા દેશના કલાકારો પરંતુ વિશ્વના એ તમામ લોકોને કે જેઓ ફિલ્મજગત સાથે જોડાયેલા છે, જેઓ પોતાના વિષયને લોકો સુધી પહોંચાડવા માંગે છે અને જેઓની પાસે પોતાની લખવાની, દિગ્દર્શનની, અભિનયની, કેમેરાની, વસ્ત્રપરિધાનની કે મેકઅપ જેવી અન્ય કલાઓ છે પરંતુ તેમને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું, સચોટ માર્ગદર્શન નથી મળી રહ્યું તે તમામ લોકો માટે અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ  એક મહત્ત્વનું પ્લેટફોર્મ છે. 

વર્ષ 2024ની સફળતા બાદ આગામી વર્ષ 2025માં આ ઇવેન્ટને હજુ વધુ ગ્રાન્ડ લેવલ પર લઈ જવા માટે AIFFની ટીમ સક્રીય બની છે. મળતા રિપોર્ટ પ્રમાણે આગામી 25 એપ્રિલ થી 27 એપ્રિલ સુધી આ ઇવેન્ટ યોજાવાની છે. જેમાં 25 અને 26 એપ્રિલ બે દિવસ સ્ક્રીનીંગ રાખવામાં આવશે અને 27 એપ્રિલના રોજ એવોર્ડ સેરમની આયોજિત થશે. અત્યાર સુધીમાં AIFFના પ્લેટફોર્મ પર 105+ દેશોમાંથી શોર્ટ ફિલ્મ્સ, ફિચર ફિલ્મ્સ, ડોક્યુમેન્ટ્રી જેવી 3000થી વધુ ફિલ્મો રજીસ્ટર્ડ થઈ છે અને આ પ્રક્રિયા 31 ડિસેમ્બર 2024 સુધી રાબેતા મુજબ શરૂ રહેશે. આ ફિલ્મ ફેસ્ટીવલમાં આ વખતે એવોર્ડ કેટગરીમાં પણ વધારો કરાયો છે. Best Indian Film અને Best Foregin Film મેઇન ડિવિઝન અંતર્ગત Feature Film, Short Film, Creative Award અંતર્ગત 40 જેટલી સબ કેટેગરી પ્રમાણે એવોર્ડ અનાયત કરવામાં આવશે. જે કદાચ ગુજરાતમાં થતા એવોર્ડ ડિવિઝનમાં સૌથી વધુ ડિવિઝન કે કેટગરી માનવામાં આવી રહી છે. 

આ સેરમનીમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવનલા એક્ટર્સ, ફિલ્મ મેકર્સ, એડીટર્સ, રાઈટર્સ, VFX આર્ટીસ્ટ, મ્યુઝીક ડિરેક્ટર્સ, કંપોઝર્સ, મેકઅપ આર્ટીસ્ટ વગેરેનો મહેરામણ જોવા મળી શકે છે. સાથે જ ફિલ્મજગતના અનેક નિષ્ણાતો તેમની પાસે રહેલું કલાઓનું જ્ઞાન, ટ્રીક્સ અને સફળતાની વાતો ચર્ચાના માધ્યમથી સૌકોઈ સુધી પહોંચાડશે. જેનાથી અનેક યુવાઓ કે જેઓ આ ક્ષેત્રે આગળ વધવા માંગે છે તેઓ માટે આ સેશન પ્રેરણાદાયી બની રહેશે. આ કાર્યક્રમ અંતર્ગત આયોજિત સ્ક્રીનીંગમાં ક્રિએટીવ સ્ટોરીઝ, સ્ક્રીનપ્લેઝ, ડાયરેક્શન, ગ્રાફીક્સ અને મ્યુઝીકથી નિર્મિત ફિલ્મો જોવાનો લોકો આનંદ માણી શકશે. આયોજન સમિતિ દ્વારા આ ઇવેન્ટને સફળ બનાવવા પૂર્વ આયોજનો અને પૂર્વ તૈયારીઓની રૂપરેખા નિર્મિત થઈ રહી છે જેને ટૂંક સમયમાં અમલમાં મૂકાશે. 

ઓમ્ગુરૂ ફિલ્મ પ્રોડક્શન આયોજીત અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ એ ન માત્ર અમદાવાદ માટે પરંતુ ગુજરાત અને ભારત માટે ગૌરવવંતી ક્ષણ બની રહેશે. કારણ કે અહીં કલા છે, કલાકાર છે અને કલાને પરખનારી, કલાને સમ્માન આપવાવાળી કલાપ્રિય જનતા પણ. 

ahmedabad gujarati film international film festival of india dhollywood news entertainment news regional cinema Regional Cinema News