08 July, 2019 02:31 PM IST | નવી દિલ્હી
ગીતા રબારીએ કરી વડાપ્રધાન મોદી સાથે મુલાકાત
કચ્છની કોયલ અને ગુજરાતનું ગૌરવ એવી ગીતા રબારીએ સંસદમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી અને તેમને એક ગીત સમર્પિત કર્યું.
વડાપ્રધાન મોદીને મળ્યા બાદ ગીતા રબારીએ કહ્યું કે, 'હું તેમને પહેલી વાર ત્યારે મળી હતી જ્યારે હું બાળકી હતી. મેં સ્કૂલમાં ગાયું, તેમણે મને 250 રૂપિયા આપ્યા અને મને ભણવા માટે કહ્યું. અમે જંગલમાં રહેતા માલધારીઓ છીએ, મારા પિતાને બેટી બચાવો, બેટી પઢાવોનું પોસ્ટ કાર્ડ મળ્યું અને તેમણે મને સ્કૂલે મોકલી.'
ગુજરાતના જાણીતા લોકગાયકોમાંથી એક ગીતા રબારીનો જન્મ કચ્છના અંજારમાં થયો હતો. તેઓ પાંચમાં ધોરણમાં હતા ત્યારથી જ તેમણે ગાવાનું શરૂ કરી દીધું છે. ગીતાબેને પહેલું ગીત 5મા ધોરણમાં અભ્યાસ કરતા સમયે ગાયું હતું. શાળામાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ગીતાબેને રબારીએ પહેલું ગીત ગાયું હતું.
ગીતા રબારીનો કંઠ કુદરતની દેન છે. તેમને આ માટે કોઈ તાલિમ નથી લેવી પડી. 2012માં ગાયનની શરૂઆત કરી હતી. કચ્છના જુદા જુદા ગામડાઓમાં નાના નાના કાર્યક્રમોમાં ગીત ગાઈને શરૂઆત કરી હતી. ગીતા રબારી માટે 'એકલો રબારી' સોંગ ટર્નિંગ પોઈન્ટ બન્યું હતું. આ આલ્બમ કચ્છના માલધારી સમાજમાં જબરજસ્ત વખણાયું હતું.
આ પણ જુઓઃ Geeta Rabari:5મા ધોરણથી ગાય છે કચ્છની કોયલ, જાણો અજાણી વાતો
'રોણા શેરમા' ગીતે Geetaben Rabariને વર્લ્ડ ફેમસ બનાવી દીધા. આ ગીતને યુટ્યુબ પર અત્યાર સુધીમાં 227 મિલિયન કરતા વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. કચ્છની કોયલ Geetaben Rabariની લોકપ્રિયતા સાત સમુંદર પાર પણ છે. ગીતાબેન આફ્રિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં 400થી વધુ સ્ટેજ શૉ કરી ચૂક્યા છે.