16 October, 2022 06:57 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
યશ સોની
હજારો ગુજ્જુ યુવતીઓને ઘેલી કરનારા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી(Gujarati Film Industry)ના સ્ટાર અભિનેતા યશ સોની(Yash Soni Birthday)નો આજે જન્મદિવસ છે. બર્થડે હોય અને બર્થડે સેલિબ્રેશન ના થાય એવું તો બને નહીં! જો કે, સેલિબ્રેશન કરવાની રીત બધાની અલગ અલગ હોય તે સ્વાભાવિક છે. યશ સોનીએ પણ પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું કે આ વખતનો તેમનો બર્થડે બેસ્ટ રહ્યો છે. તો ચાલો જાણીએ એવી તો કઈ રીતે તેમણે જન્મદિવસની ઉજવણી કરી કે આ બર્થેડ તેમના માટે ખાસ બની ગયો.
તાજેતરમાં આવેલી ફિલ્મ `ફક્ત મહિલાઓ માટે` થી દર્શકોના દિલ જીતનારા અભિનેતા યશ સોનીએ જન્મદિવસની ઉજવણી બાળકો સાથે કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા તેના ફેન્સ સાથે પણ આ ખુશી શેર કરી છે. અભિનેતાએ આ ખાસ દિવસ પર ગિફ્ટ લઈને નહીં પણ બાળકોને ગિફ્ટ આપી અવસરને ખાસ બનાવ્યો છે. ભગવાનના સ્વરૂપ સમાન બાળકોના ચહેરા પર સ્મિત લાવવાની ખુશી યશ સોનીના ચહેરા પર છલકાઈ રહી હતી. જે તમે આ વીડિયોમાં જોઈ શકો છો.
અભિનેતાએ વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું કે` જન્મદિવસ પર આનાથા મોટી ગિફ્ટ શું હોઈ શકે..!`
`છેલ્લો દિવસ`ના નિખિલથી લાખો દર્શકોના દિલમાં જગ્યા બનાવનાર યશનો જન્મ અમદાવાદમાં થયો છે. તેમણે સંપૂર્ણ અભ્યાસ પણ અમદાવાદમાં જ મેળવ્યો છે. ફિલ્મમાં કામ કરતાં પહેલા અભિનેતા નાટકોમાં પણ પોતાના અભિનયનો આજસ પાથરી ચુક્યા છે.
યશ સોનીની ફિલ્મો વિશે વાત કરીએ તો, છેલ્લો દિવસ ફિલ્મથી તેમણે ઈન્સ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ હતું. ત્યાર બાદ `શું થયુ`, `સાહેબ`, `ચાલ જીવી લઈએ` અને `નાડી દોષ` જેવી વિવિધ ફિલ્મમાં જોવા મળ્યા હતાં. તેમજ આ વર્ષે તાજેતરમાં જ તેમની રાજકીય ડ્રામા ફિલ્મ `રાડો` આવી, જેમાં તેમના અભિનયની ખુબ જ પ્રસંશા કરવામાં આવી. આ ઉપરાંત આનંદ પંડિત દ્વારા નિર્મિત `ફક્ત મહિલાઓ માટે` ફિલ્મમાં તે એક અલગ જ ભૂમિકામાં જોવા મળ્યા હતાં. આ ફિલ્મને પણ લોકોનો સારો પ્રતિભાવ મળ્યો હતો.