15 December, 2023 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરિજિત સિંઘ
અરિજિત સિંહે ‘ડંકી’ ફિલ્મમાં શાહરુખ ખાનના ‘ઓ માહી’ અને ‘લુટ પુટ ગયા’ ગીત માટે અવાજ આપ્યો છે. હાલમાં જ ‘ઓ માહી’ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. અરિજિતનું કહેવુ છે કે તેનો અવાજ શાહરુખ સાથે મેળ નથી ખાતો એથી તેણે ખૂબ રિયાઝ કર્યો હતો. એ વિશે અરિજિત સિંહે કહ્યું કે ‘મેં મારા અવાજ પર ખૂબ મહેનત કરી છે. અવાજને આકાર આપવા માટે એને ખૂબ તોડવો-મરોડવો પડ્યો છે. મારો અવાજ શાહરુખ જેવો નથી. આથી મારે ખૂબ રિયાઝ કરવો પડ્યો હતો.’