‘Builder Boys’ Review: નવા કન્સ્ટ્રક્શનની દિવાલો ભલે પાતળી, બિલ્ડર્સ દમદાર

05 July, 2024 11:00 AM IST  |  Mumbai | Rachana Joshi

‘Builder Boys’ Review: રોનક કામદાર, શિવમ પારેખ, એશા કંસારા અભિનિત ફિલ્મ ‘બિલ્ડર બોય્ઝ’ વાસ્તવિકતા રજુ કરે છે

‘બિલ્ડર બોય્ઝ’નું પોસ્ટર

ફિલ્મ: બિલ્ડર બોય્ઝ

કાસ્ટ: રોનક કામદાર, શિવમ પારેખ, એશા કંસારા, શેખર શુક્લા

લેખક: ચાણક્ય પટેલ

દિગ્દર્શક: ચાણક્ય પટેલ

રેટિંગ: ૩/૫

પ્લસ પોઇન્ટ: અભિનય, વાર્તા વિષય, મ્યુઝિક

માઇનસ પોઇન્ટ: મોન્ટાજ, ધીમો ફર્સ્ટ હાફ

ફિલ્મની વાર્તા

‘બિલ્ડર બોય્ઝ’ (Builder Boys Review) ફિલ્મની વાર્તા બે મિત્રોનિ અને તેમના બિલ્ડર બનવાના સપનાઓની છે. બે મિત્રોમાંથી એક વિરાજ, જે બ્રોકર છે અને બીજો મિત્ર ચિન્મય જે સિવિલ એન્જિનિયર છે. તેમનું બિલ્ડર બનવાનું સપનું છે પરંતુ તેમની પાસે ફંડ અને જમીનનો અભાવ છે. એટલે તેઓ જૂની રહેણાંક ઇમારતમાં તક ઝડપે છે અને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે રહેવાસીઓને જીતવાનો પ્રયાસ કરે છે. જો કે, એક અંધશ્રદ્ધાળુ રિયલ એસ્ટેટનો રાજા બિલ્ડર નંદનવન વિરાજ અને ચિન્મયના માર્ગમાં બાધા બને છે. વિરાજ અને ચિન્મય બાધાઓનો બ્રિજ તોડીને પોતે બિલ્ડર કઈ રીતે બને છે તેની આસપાસ આખી વાર્તા ફરે છે.