30 June, 2023 10:47 PM IST | Mumbai | Nirali Kalani
ઈન્ડસ્ટ્રીના કલાકારોએ હિતેન કુમારને પાઠવી શુભેચ્છા
ગુજરાતી સિનેમાનો `રામ` એટલે હિતેન કુમાર (Hiten Kumar). ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર હિતેન કુમાર(Hiten Kumar Birthday)નો આજે જન્મદિવસ છે. આ અવસરે કલા જગતની હસ્તીઓ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. એક સમયે જેમનો દબદબો હતો એવા અભિનેત્રી આનંદી ત્રિપાઠી (Anandi Tripathi)અને મોના થીબા (Mona thiba)એ તેના કો-સ્ટાર અને હિતેન કુમાર વિશેષ અભિનંદન પાઠવ્યાં છે.
`મૈયરમાં મનડું નથી લાગતું`ની અભિનેત્રી આનંદી ત્રિપાઠીએ હિતેન કુમાર જન્મદિવસની ખાસ શુભેચ્છા પાઠવી છે. `મૈયરમાં મનડું નથી લાગતું` ફિલ્મમાં રતનના પાત્રમાં આનંદી ત્રિપાઠી અને રામના પાત્રમાં હિતેન કુમારની જોડીએ જે તે સમયે લોકોના દિલ જીતી લીધા હતા. દર્શકોને બંને સ્ટાર્સની કેમેસ્ટ્રી ખુબ જ પસંદ આવી હતી. આનંદીએ કો-સ્ટાર અને મિત્ર હિતેન કુમારને જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા છે. અભિનેત્રીએ જણાવ્યું કહે છે " તમને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા, હંમેશા સ્વસ્થ રહો એવી પ્રાર્થના. `મૈયરમાં મનડું નથી લાગતું`માં જેવી આપણી મિત્રતા હતી કાયમ બની રહે." આ સાથે જ મજાકિયા અંદાજમાં અભિનેત્રી આગળ કહે છે તમે એ ક્યારેય નહીં ભૂલતાં કે તમારી એખ દુશ્મન જીવતી છે, પ્યારી દુશ્મન (હસતાં હસતાં).
આનંદી ત્રિપાઠી અને હિતેન કુમાર
"ગગો કે દાદાનો પૈણુ પૈણુ કરતો તો" અને "જન્મદાતા" સહિતની ઘણાં ફિલ્મમાં હિતેન કુમાર સાથે સ્ક્રીન શેર કરનાર અભિનેત્રી મોના થીબા (Mona Thiba)એ પણ હિતેન કુમારને જન્મજદિવસની વિશેષ શુભેચ્છા પાઠવી છે. બર્થડે પર અભિનેતા સાથેના અનુભવો યાદ કરતાં મોના થીબા કહે છે,"મેં એમની સાથે ઘણી ફિલ્મો કરી છે. એક કો-એક્ટર તરીકે તે ખુબ જ સારા અભિનેતા છે. તેમના સાથે કામ કરતા દરેક કલાકારને તે કમ્ફર્ટેબલ ફિલ્મ કરાવે છે. તેમના જન્મદિવસ પર હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરું છું. ભગવાનના આર્શિવાદ હંમેશાં તેમની સાથે રહે."
મોના થીબા અને હિતને કુમાર
`વિકીનો વરઘોડો` ફેમ અભિનેત્રી માનસી રાચ્છે પણ અભિનેતા હિતેન કુમારને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી છે. માનસી કહે છે કે" તમારી એનર્જી ખુબ જ હકારાત્મક છે. તમારો ફિલ્મ પ્રત્યેનો જુસ્સો જોઈને પ્રેરણા મળે છે. તમે જે રીતે ખેડાણ કરી રહ્યાં છો તેમાં અમને પણ માર્ગ મળી રહ્યાં છે. જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા".
હિતેન કુમાર અને માનસી રાચ્છ
જાણીતા લેખક આશુ પટેલે પણ હિતેન કુમારને શુભેચ્છા પાઠવી છે. સુપરસ્ટરાને જન્મદિવસ પર અભિનંદન પાઠવતાં સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી છે. તેમણે કહ્યું કે હિતેન કુમાર. ગુજરાતી ફિલ્મોનો સુપરસ્ટાર, જો કે મારા માટે તો તે સૌથી જૂના દોસ્તો પૈકી એક, હિતેનકુમાર (અમારા માટે તો તે હિતેન જ!)નો આજે જન્મદિવસ છે ત્યારે તેના વિશે ઘણું લખવાની ઇચ્છા હતી. તેના વિશે હું આખું પુસ્તક લખી શકું છું, પણ અત્યારે અનિવાર્ય સંજોગોને કારણે લખી નથી શકતો.અમે એકબીજાના જીવનના ચડાવ-ઉતારના સાક્ષી રહ્યા છીએ.
હિતેન કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ તેમની `વેલકમ પૂર્ણિમા`ફિલ્મ આવી છે. આ ફિલ્મ એક હૉરર કૉમેડી છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતાના ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છા.