આનંદ પંડિતની ગુજરાતી એન્ટરટેઈનર `ફક્ત મહિલાઓ માટે` 19 ઑગસ્ટે થશે રિલીઝ

12 July, 2022 07:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેમિયોમાં દેખાશે અમિતાભ બચ્ચન

તસવીર સૌજન્ય: પીઆર

નિર્માતા આનંદ પંડિતની ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ 19 ઑગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન કેમિયોમાં જોવા મળશે, તો યશ સોની અને દીક્ષા જોષી મુખ્યપાત્રમાં છે. જય બોડાસ દ્વારા દિગ્દર્શિત, આનંદ પંડિત અને વૈશાલ શાહ દ્વારા સંયુક્ત રીતે નિર્મિત આ ફિલ્મ ફરમીલી કોમેડી ડ્રમ છે, જે જન્માષ્ટમીના અવસરે મોટા પડદા પર આવશે.

આનંદ પંડિત કહે છે કે “ફક્ત મહિલાઓ માટે એ એક સામાજિક કોમેડી છે અને તે મુદ્દાઓને સંબોધિત કરે છે જેનાથી પ્રેક્ષકો અને ખાસ કરીને તમામ મહિલાઓ ઓળખી શકશે. અમે એક મહત્વપૂર્ણ સામાજિક સંદેશો એવી રીતે પ્રચાર કર્યા વિના લાવી રહ્યા છીએ જે લોકોને હસાવશે અને વિચારતા પણ કરશે. આ ફિલ્મ મારા માટે પણ ખૂબ જ ખાસ છે કારણ કે `ચેહરે` પછી હું ફરી એક વાર અમિત જી સાથે કામ કરી રહ્યો છું.”

વૈશાલ શાહ ઉમેરે છે કે “હું થોડા સમય માટે આનંદ પંડિતના સિનેમેટિક પરિવારનો એક ભાગ રહ્યો છું અને અમિતાભ બચ્ચન સાથે `ચેહરે` પછી બીજા એક ખાસ પ્રોજેક્ટ પર ફરી એકવાર સાથે કામ કરવાનો ખૂબ જ આનંદ હતો. આ સંપૂર્ણ રીતે નવું છે કારણ કે અમિત જીએ તેમનો અવાજ અને હાજરી આ ફિલ્મમાં આપી છે. અમે 19 ઑગસ્ટે દર્શકો માટે `ફક્ત મહિલાઓ માટે` લાવવા માટે આતુર છીએ.”

entertainment news dhollywood news amitabh bachchan