24 September, 2020 10:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
ગુજરાતી અભિનેત્રી ખુશી શાહની પહેલી ફિલ્મ અફરા તફરીનો ટોરોન્ટો ગુજરાતી આઈકોનિક ફિલ્મ ફૅસ્ટિવલ 2020 (TGIFF 2020)માં સ્પેશ્યિલ મેશન્સનો એવોર્ડ મળ્યો છે.
ખુશી શાહે સોશ્યલ મીડિયામાં આ બાબતે પૉસ્ટ કરી કે, મારી લાગણીને હું શબ્દોમાં કહી શકતી નથી. મારા માટે આ ગર્વની વાત છે કે મારી પહેલી ફિલ્મ માટે મને ટોરોન્ટો ગુજરાતી આઈકોનિક ફિલ્મ ફૅસ્ટિવલમાં સ્પેશ્યિલ મેનશન્સનો એવોર્ડ મળ્યો છે.
અભિનેત્રીએ ઉમેર્યું કે, હું અફરાતફરીની સંપૂર્ણ ટીમનો આભાર માનું છું. દરેકની મહેનતના લીધે આ પ્રોજેક્ટ વાસ્તવમાં આટલો સારો બની શક્યો હતો. આ એવોર્ડ માટે હું મારા પેરેન્ટ્સની પણ આભારી છું, આજે હું જે પણ છું એ તેમના આશિર્વાદના લીધે છું.
ખુશી શાહ હાલ અમદાવાદમાં શિફ્ટ થઈ છે. હાલ તે વેબ સિરીઝ, મ્યુઝીક વીડિયો વગેરેમાં વ્યસ્ત છે.