06 December, 2023 05:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનું શૂટિંગ પૂરું કરવાનો ફોટો ઝોયાએ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે
ઝોયા અખ્તરની ‘ધ આર્ચીઝ’નું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું છે. આ ફિલ્મ દ્વારા શ્રીદેવીની દીકરી ખુશી કપૂર, શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન અને શ્વેતા બચ્ચન નંદાનો દીકરો અગસ્ત્ય નંદા ઍક્ટિંગ કરીઅરની શરૂઆત કરી રહ્યાં છે. તેમની સાથે મિહિર આહુજા, ડૉટ, યુવરાજ મેન્ડા અને વેદાંગ રૈના પણ લીડ રોલમાં દેખાશે. આ મ્યુઝિકલ ફિલ્મને કૉમિક બુક ‘આર્ચી’ પરથી અડૅપ્ટ કરવામાં આવી છે. ફિલ્મને ઝોયા અખ્તરે ડિરેક્ટ કરી છે. રીમા કાગતી અને ઝોયાએ તેમના ટાઇગર બેબી ફિલ્મ્સ દ્વારા ‘આર્ચી’ કૉમિક્સ અને ગ્રાફિક ઇન્ડિયા સાથે મળીને ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મને વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ પૂરું કરવાનો ફોટો ઝોયાએ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. તેણે ટીમ સાથેનો કેક-કટિંગનો ફોટો પણ શૅર કર્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઝોયાએ કૅપ્શન આપી હતી, ‘ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું શૂટિંગ પૂરું થયું છે. બેસ્ટ ક્રૂ, બેસ્ટ કાસ્ટ. ફક્ત આભાર વ્યક્ત કરું છું.’