16 December, 2024 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ડૉન’ ફિલ્મનું દ્રશ્ય , ઝીનત અમાન
ઝીનત અમાન જ્યારથી ઇન્સ્ટાગ્રામ પર આવ્યાં છે ત્યારથી પોતાના વિશેની, પોતાની ફિલ્મો વિશેની રસપ્રદ વાતો શૅર કરતાં રહે છે. હાલમાં એક ઇન્ટરેસ્ટિંગ વાત તેમણે ફિલ્મ ‘ડૉન’ના ગીત ‘ખઈકે પાન બનારસવાલા...’ વિશે કરી છે.
ઝીનતનું કહેવું છે કે સુપરહિટ થયેલું આ ગીત હકીકતમાં ૧૯૭૩માં આવેલી દેવ આનંદની ફિલ્મ ‘બનારસી બાબુ’ માટે બન્યું હતું, પણ એ વખતે એને ફાલતુ ગણીને રિજેક્ટ કરી દેવામાં આવ્યું હતું.
‘ડૉન’માં આ ગીતની એન્ટ્રી કઈ રીતે થઈ એની વાત પણ રસપ્રદ છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું હતું, પણ ફિલ્મ પૂરી થયા પછી ડિરેક્ટર ચંદ્રા બારોટને લાગ્યું કે સેકન્ડ હાફમાં થોડીક હળવાશની જરૂર છે. આમ આ કારણસર ‘ખઈકે પાન બનારસવાલા...’ની એન્ટ્રી ‘ડૉન’માં થઈ.