તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈનની વિદાયથી ગમગીન થયું બોલિવૂડ

16 December, 2024 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Zakir Hussaine Death: બોલિવૂડ સેલેબ્ઝે તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈન સાથેની યાદો વાગોળી, સોશ્યલ મીડિયાના માધ્યમથી આપી શ્રદ્ધાંજલિ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

આજે વહેલી સવારે સુપ્રસિદ્ધ તબલા ઉસ્તાદ અને સંગીતકાર ઝાકિર હુસૈન (Zakir Hussaine)નું ૭૩ વર્ષની વયે અવસાન (Zakir Hussaine Death) થયું છે. તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈનને અમેરિકા (United States Of America)માં સાન ફ્રાન્સિસ્કો (San Francisco)ની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં જ તેમનું અવસાન થયું છે. આજે સવારે, સુપ્રસિદ્ધ કલાકારના પરિવારે તેમના નિધનના સમાચારની પુષ્ટિ કરી હતી. પરંતુ ગઈકાલે રાત્રે, ઝાકિર હુસૈનના મૃત્યુની અફવાઓ ઉડી હતી. ત્યારે રણવીર સિંહ (Ranveer Singh), કરીના કપૂર (Kareena Kapoor), રિતેશ દેશમુખ (Riteish Deshmukh) અને અન્ય લોકો સહિતની ઉચ્ચ-પ્રોફાઇલ હસ્તીઓએ તેમના મૃત્યુ પર શોક (Celebs pays tribute to Zakir Hussaine) વ્યક્ત કર્યો હતો.

ચાલો જોઈએ તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈનને શ્રદ્ધાંજલિ આપતા બોલિવૂડ સેલેબ્ઝે શું કહ્યું…

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh)એ તેના ઇન્સ્ટાગ્રામ (Instagram) પર તબલા વગાડતા સુપ્રસિદ્ધ કલાકાર ઝાકિર હુસૈનની એક પોસ્ટ શેર કરી છે અને કૅપ્શનમાં હાથ જોડતું ઇમોજી ઉમેર્યું છે.

આ સમાચાર સાંભળીને દિલગીર થયેલા સોનુ નિગમ (Sonu Nigam)એ એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર પોસ્ટ કરી હતી જેના કૅપ્શનમાં લખ્યું હતું, "ઝાકિર ભાઈ... આ શું છે?".

કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)એ પણ તેના ઇન્સ્ટાગ્રામ પર જઈને તેના પિતા રણધીર કપૂર (Randhir Kapoor) અને તબલાવાદક સાથે પોતાની એક તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, “મેસ્ટ્રો, ફોરેવર”.

અભિનેત્રી ભૂમિ પેડણેકર (Bhumi Pednekar)એ ઝાકિર ખાનનો જુનો ફોટો સોશ્યલ મીડિયા પર શ઼ર કર્યો હતો. સાથે કૅપ્શનમાં લખ્યું હતું કે, ‘મેસ્ટ્રો. તેમની રિધમ આપણા હૃદયમાં કાયમ ગુંજતી રહેશે.’ સાથે જ તેણે બ્રોકન હાર્ટ ઇમોજી મુક્યું હતું.

ભારતીય સંગીતકાર અને પર્યાવરણવાદી રિકી કેજ (Ricky Kej)એ લખ્યું છે, ‘ભારતે અત્યાર સુધીના મહાન સંગીતકારો અને વ્યક્તિત્વોમાંથી એકનું નિર્માણ કર્યું છે. ઝાકીરજી પોતે શ્રેષ્ઠ હોવાની સાથે સાથે... અસંખ્ય સંગીતકારોની કારકિર્દી માટે જવાબદાર હોવા માટે જાણીતા હતા, જેઓ હવે પોતાની જાતને ગણવા દબાણ કરે છે. તેઓ કૌશલ્ય અને જ્ઞાનનો ખજાનો હતા અને હંમેશા સહયોગ અને તેમની ક્રિયાઓ દ્વારા સમગ્ર સંગીત સમુદાયને વહેંચતા અને પ્રોત્સાહિત કરતા હતા. તેમનો વારસો હંમેશ માટે જીવંત રહેશે, અને તેમનો પ્રભાવ પેઢીઓ સુધી અનુભવાશે. તેમણે અમને બહુ જલ્દી છોડી દીધા’

અભિનેતા રિતેશ દેશમુખ (Riteish Deshmukh)એ પોસ્ટ કરી છે કે, ‘ઝાકિર હુસૈન સાહબની અપુરતી ખોટ એ ભારત અને વૈશ્વિક સંગીત સમુદાય માટે વિનાશક આંચકો છે. સર, તમારું સંગીત એક ભેટ હતી, એક ખજાનો જે આવનારી પેઢીઓને પ્રેરણા અને ઉત્થાન આપતું રહેશે. તમારો વારસો જીવંત રહેશે. તમારા આત્માને શાશ્વત મહિમામાં આરામ મળે, લય અને ધૂનથી ઘેરાયેલો. સુપ્રસિદ્ધ ઝાકિર હુસૈન સાહબના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના.’

રેણુકા શહાણે (Renuka Shahane), શ્વેતા તિવારી (Shweta Tiwari), અનુપમ ખેર (Anupam Kher) અને અન્ય સેલેબ્ઝે ઝાકિર ખાનના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો.

તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈનની વિદાયથી બોલિવૂડ સહિત સહુ કોઈ ગમગીન થયાં છે.

zakir hussain celebrity death entertainment news bollywood bollywood news ranveer singh kareena kapoor renuka shahane shweta tiwari anupam kher riteish deshmukh bhumi pednekar sonu nigam