ઝાકિર હુસેન જ્યારે અમિતાભ બચ્ચનને હરાવીને સેક્સીએસ્ટ મૅન બનેલા

18 December, 2024 01:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સદ‍્ગત તબલા ઉસ્તાદ ઝાકિર હુસેન એક વાર અમિતાભ બચ્ચનને હરાવીને ‘સેક્સીએસ્ટ મૅન’નો ખિતાબ જીત્યા હતા. આ વાત ૧૯૯૪ની છે.

ઝાકિર હુસેન, અમિતાભ બચ્ચન

સદ‍્ગત તબલા ઉસ્તાદ ઝાકિર હુસેન એક વાર અમિતાભ બચ્ચનને હરાવીને ‘સેક્સીએસ્ટ મૅન’નો ખિતાબ જીત્યા હતા. આ વાત ૧૯૯૪ની છે. ‘જેન્ટલમૅન’ નામના એક અંગ્રેજી મૅગેઝિને પોતાની મહિલા વાચકો પાસેથી અભિપ્રાય માગ્યા હતા, જેમાં સૌથી વધુ વોટ ઝાકિર હુસેનને મળ્યા હતા. આ સ્પર્ધામાં ઝાકિર હુસેન સામે અમિતાભ બચ્ચન ઉપરાંત બીજા પણ ઘણા હતા, પરંતુ વિજય ઝાકિર હુસેનનો થયો હતો અને એનાથી મૅગેઝિનના સ્ટાફને પણ આશ્ચર્ય થયેલું.

zakir hussain amitabh bachchan indian classical music indian music bollywood news bollywood entertainment news