‘ધ કેરલ સ્ટોરી’ ઉત્તર પ્રદેશમાં થઈ ટૅક્સ-ફ્રી

10 May, 2023 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચાર દિવસમાં ‘ધ કેરલ સ્ટોરી’એ કર્યો 45.72 કરોડ રૂપિયાનો બિઝનેસ

‘ધ કેરલ સ્ટોરી’ ઉત્તર પ્રદેશમાં થઈ ટૅક્સ-ફ્રી

યોગી આદિત્યનાથે તેમના રાજ્ય ઉત્તર પ્રદેશમાં ‘ધ કેરલ સ્ટોરી’ને ટૅક્સ-ફ્રી જાહેર કરી દીધી છે. આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે કેરળની મહિલાઓનો કેવી રીતે માઇન્ડવૉશ કરીને આતંકવાદી ગતિવિધિઓ માટે ઉપયોગ કરવામાં આવે છે. આ ફિલ્મને તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં બૅન કરવામાં આવી છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીની સરકાર ન હોય ત્યાં ફિલ્મને બૅન કરવામાં આવી રહી છે તો આ સરકાર જ્યાં હોય એ સ્ટેટમાં એને ટૅક્સ-ફ્રી કરવામાં આવી રહી છે. આ ફિલ્મને ઉત્તર પ્રદેશ જ નહીં, મધ્ય પ્રદેશમાં પણ ટૅક્સ-ફ્રી કરવામાં આવી છે. આ ફિલ્મ હવે ઘણાં સ્ટેટમાં ટૅક્સ-ફ્રી કરવામાં આવશે. તેમ જ એનો બિઝનેસ પણ હવે વધુ થશે.

entertainment news yogi adityanath uttar pradesh the kerala story bollywood news bollywood gossips bollywood