‘પઠાન’નો મળશે ડબલ ડોઝ

09 January, 2023 05:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક સલમાન સાથેનું અને એક તેના સિવાયનું ટ્રેલર કરવામાં આવશે રિલીઝ

યશરાજ ફિલ્મ્સના આદિત્ય ચોપડાએ ‘પઠાન’નાં બે ટ્રેલર રિલીઝ કરવાનું નક્કી કર્યું છે.

યશરાજ ફિલ્મ્સના આદિત્ય ચોપડાએ ‘પઠાન’નાં બે ટ્રેલર રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. એક ટ્રેલરમાં સલમાન ખાન દેખાશે અને એક ટ્રેલરમાં તે નહીં દેખાય. આ ફિલ્મનું ટ્રેલર ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થવાનું છે. પચીસ જાન્યુઆરીએ આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. ઍક્શન અને થ્રિલથી ભરપૂર આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમ પણ લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મમાં સલમાન ટાઇગરના રોલમાં નાનકડી ભૂમિકામાં દેખાવાનો છે. એથી બન્નેના ફૅન્સ આ ફિલ્મને લઈને આતુર છે. હવે એવું જાણવા મળ્યું છે કે આ ​ફિલ્મનાં બે ટ્રેલર લૉન્ચ કરવામાં આવશે. એથી ફિલ્મમાં તેની દમદાર હાજરીની એક ઝલક જોવા મળશે. બેમાંથી એક ટ્રેલરમાં સલમાન દેખાશે અને એકમાં નહીં દેખાય. આ ફિલ્મનાં બે ગીત રિલીઝ થઈ ચૂક્યાં છે અને લોકો ઉત્સુકતાથી ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે.

entertainment news yash raj films Shah Rukh Khan pathaan Salman Khan