09 February, 2023 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યશ ચોપડા
યશ ચોપડાની ‘ધ રોમૅન્ટિક્સ’નું ન્યુ યૉર્ક, લૉસ ઍન્જલસ અને મુંબઈમાં સેલિબ્રેશન કરવામાં આવશે. ૧૪ ફેબ્રુઆરીએ યશ ચોપડાએ ઇન્ડિયન સિનેમામાં જે યોગદાન આપ્યું છે એના પર બનેલી ડૉક્યુ-સિરીઝને રિલીઝ કરવામાં આવશે. આ માટે ન્યુ યૉર્ક, લૉસ ઍન્જલસ અને મુંબઈમાં ગાલા સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ત્રણ શેહરમાં ‘ધ રોમૅન્ટિક્સ’નું સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ ડૉક્યુ-સિરીઝમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ૩૫ સેલિબ્રિટીઝ જોવા મળશે.