યશના બર્થ-ડે પર પત્નીની મસ્ત પોસ્ટ: બેસ્ટ હસબન્ડ, બેસ્ટ ડૅડ

10 January, 2025 08:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાધિકા પોતે પણ કન્નડા ફિલ્મોની ટોચની ઍક્ટ્રેસ છે. રાધિકા યશ કરતાં મોટી છે અને આગામી માર્ચમાં ૪૧ વર્ષની થશે.

રાધિકા પંડિતે સોશ્યલ મીડિયા પર તેમની અને બાળકો સાથેની સુંદર તસવીરો શૅર કરી

‘KGF’ અને ‘KGF : Cheptar 2’ને કારણે હિન્દી ઑડિયન્સનો પણ ચહીતો થઈ ગયેલો કન્નડા સુપરસ્ટાર યશ બુધવારે ૪૦મા વર્ષમાં પ્રવેશ્યો. હસબન્ડની ‌૩૯મી વર્ષગાંઠ પર પત્ની રાધિકા પંડિતે સોશ્યલ મીડિયા પર તેમની અને બાળકો સાથેની સુંદર તસવીરો શૅર કરી છે. આ તસવીરો સાથે રાધિકાએ યશને બેસ્ટ હસબન્ડ અને બેસ્ટ ડૅડ ગણાવ્યો છે. રાધિકાએ યશને બાળકો માટેની અતૂટ ચટ્ટાન અને પોતાના દિલ પર રાજ કરતો રાજા કહીને તેને એવો સ્ટાર ગણાવ્યો છે જે તેમના પરિવારને હંમેશાં ઝગમગ કરી દે છે. રાધિકા પોતે પણ કન્નડા ફિલ્મોની ટોચની ઍક્ટ્રેસ છે. રાધિકા યશ કરતાં મોટી છે અને આગામી માર્ચમાં ૪૧ વર્ષની થશે.

happy birthday bollywood buzz bollywood news bollywood entertainment news social media