28 November, 2022 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
યામી અને ગૌતમની લગ્ન સમયની તસવીર
બૉલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ (Yami Gautam) આજે ૩૪મો જન્મદિવસ ઉજવી રહી છે. ત્યારે તેના પતિ અને `ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક` ફેમ ડિરેક્ટર આદિત્ય ધર (Aditya Dhar)એ સુંદર તસવીરો શૅર કરીને અભિનેત્રી પત્નીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. દિગ્દર્શકે પત્નીને સૌથી મોટી સહાયક અને પ્રોત્સાહિત કરનાર મહિલા ગણાવી છે. એટલું જ નહીં કાશ્મીરીમાં યામીના વખાણ પણ કર્યા છે.
યામી ગૌતમના જન્મદિવસે પતિ આદિત્ય ધરે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ઈમેજ શૅર કરીને સ્પેશ્યલ બર્થ-ડે વિશ કર્યું છે. આ તસવીરોમાં યામીને મરુન કાશ્મીરી આઉટફિટમાં જોઈ શકાય છે. આ તસવીરો શેર કરતાં આદિત્યએ લખ્યું, ‘મારી સૌથી મોટા ચીયરલીડર. તારા ખાસ દિવસે, હું તને ઘણો પ્રેમ, નસીબ, આલિંગન અને ચુંબન મોકલી રહ્યો છું. હેપી બર્થ-ડે યામી. તું મારી અલ્ટિમેટ ‘કોશુર કૂર’ છે.’
આદિત્યએ તેની પોસ્ટમાં હાર્ટ અને કિસના ઇમોજીસ પણ પોસ્ટ કર્યા છે. આદિત્યની આ પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. બધા અભિનેત્રીને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યાં છે સાથે જ લોકો તેની સુંદરતાના વખાણ પણ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, યામી ગૌતમ અને આદિત્ય ધરે ગયા વર્ષે ચાર જૂનના રોજ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. તેમણે હિમાચલની પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા.
યામી અને ગૌતમની લવ સ્ટોરી ફિલ્મ `ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક`ના સેટ પર શરુ થઈ હતી. આ ફિલ્મને આદિત્ય ડિરેક્ટ કરી રહ્યો હતો અને તેમાં યામી મહત્વની ભૂમિકા ભજવી રહી હતી. સેટ પર જ બન્ને વચ્ચે વાતચીત શરુ થઈ હતી અને શૂટિંગ તેમજ પ્રમોશન દરમિયાન બંનેની મિત્રતા ગાઢ થતી ગઈ. પછી બન્ને ક્યારે પ્રેમમાં પડ્યા તેની ખબર પણ ન પડી.