કંગનાનું કામ બોલે છે : યામી ગૌતમ ધર

03 March, 2023 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાથે જ તેણે કંગનાને બેસ્ટ પણ કહી છે

યામી ગૌતમ ધર

કંગના રનોટની પ્રશંસા કરતાં યામી ગૌતમ ધરે જણાવ્યું કે તેનું કામ બોલે છે. સાથે જ તેણે કંગનાને બેસ્ટ પણ કહી છે. કંગના ‘ઇમર્જન્સી’માં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં દેખાવાની છે. આ ફિલ્મને તેણે જ ડિરેક્ટ પણ કરી છે. સોશ્યલ મીડિયામાં બન્ને એકબીજાનાં વખાણ કરતાં રહે છે. કંગનાની પ્રશંસા કરતાં યામીએ કહ્યું કે ‘અમે બન્ને એક જ રાજ્યનાં છીએ અને આ જ કારણ છે. તે અદ્ભુત ઍક્ટ્રેસ છે. કંગના હોય કે વિદ્યા બાલન હોય અથવા તો અન્ય કોઈ ઍક્ટ્રેસિસ હોય, મને જે લાગે તેમની પ્રશંસા હું કરું છું. તેમણે મને મારાં લગ્નની પણ શુભેચ્છા આપી હતી. અમે મનાલીમાં ‘ચોર’નું શૂટિંગ કરી રહ્યાં હતાં. બે દિવસનું એ શૂટિંગ હતું અને મારી મમ્મી પણ મારી સાથે હતી. તેણે મને તેના ઘરે આમં​િત્રત કરવા માટે મેસેજ કર્યો હતો. જોકે શૂટિંગમાં વ્યસ્ત હોવાથી હું જઈ શકી નહીં. આ પરસ્પર સન્માનની વાત છે. મને લાગે છે કે જો કોઈ તમને પ્રેમ અને માન આપે તો એ પાછું મળે છે. તેની ફિલ્મો જોવા હું આતુર છું, કારણ કે તેનું કામ જાતે જ બોલે છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips kangana ranaut yami gautam