20 January, 2025 06:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે
યામી ગૌતમ અને પ્રતીક ગાંધીએ સોશિયલ મીડિયા પર પોતાની નવી ફિલ્મ ધૂમ-ધામનો પહેલો લુક ગઈ કાલે શૅર કર્યો હતો. પોસ્ટરમાં જોવા મળ્યું હતું કે એ છોકરો અને છોકરી લગ્ન માટે પાર્ટનર શોધી રહ્યા છે. હવે એક દિવસ બાદ ફિલ્મનું ટીઝર પણ સામે આવ્યું છે જેમાં લગ્ન પછીની એક નવી સ્ટોરી લઈને ઓટીટી પર આવવાના છે.
ફર્સ્ટ લુક જાહેર થયા પછી, નેટફ્લિક્સે ધૂમ ધમાલનું ધમાકેદાર ટીઝર રિલીઝ કર્યું છે. ૧:૩૨ સેકન્ડના ટીઝરમાં, તમને પરિણીત યુગલની પહેલી રાત્રે થતી ઉથલપાથલ વિશે જાણવા મળશે. ટીઝરની બીજી ખાસ વાત એ છે કે ૧૯૯૩માં આવેલી ફિલ્મ આંખેંનું પ્રખ્યાત ગીત ઓ લાલ દુપટ્ટા વાલીનો ઉપયોગ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. આ ગીત પોતે જ પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે પૂરતું છે. તો ચાલો તમને જણાવીએ કે આ ફિલ્મ ક્યારે અને ક્યાં રિલીઝ થશે.
ટીઝરમાં શું ખાસ હતું?
ફિલ્મના ટીઝર વિશે વાત કરીએ તો એવું લાગે છે કે તેમાં એક નવપરિણીત યુગલની પહેલી રાતની વાર્તા બતાવવામાં આવશે. ટીઝરની શરૂઆત કપલના પલંગને શણગારેલા ફૂલોથી થાય છે, જેના પર બંને બેઠા છે અને એકબીજાને જોઈ રહ્યા છે.
પ્રતીક ગાંધી આગળ કોઈ પગલું ભરે તે પહેલાં, ગુંડાઓ રૂમમાં પ્રવેશ કરે છે. આ પછી, ચાર્લી નામના પુરુષની શોધ કરતી વખતે એક જ રાતમાં દંપતીનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે.
ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
ફિલ્મની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો, તે ફેબ્રુઆરી મહિનામાં OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. સોશિયલ મીડિયા પર ટીઝર શેર કરતા, નેટફ્લિક્સે કેપ્શનમાં લખ્યું, `આ વેલેન્ટાઇન ડે પર, વીર અને કોયલના લગ્ન ધામધૂમથી ઉજવવામાં આવશે. ૧૪ ફેબ્રુઆરીએ ફક્ત નેટફ્લિક્સ પર ધૂમ ધામ. તો જો તમારે જાણવું હોય કે કોયલ અને વીરના લગ્નમાં શું તોફાન આવે છે તો 14 ફેબ્રુઆરીની તારીખ સાચવો.
યામી ગૌતમ અને પ્રતીક ગાંધીનો કાર્યક્ષેત્ર
યામી ગૌતમ છેલ્લે 2024 માં રિલીઝ થયેલી ફિલ્મ આર્ટિકલ 370 માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે એક ઓફિસરની ભૂમિકામાં જોવા મળી હતી. આ ઉપરાંત પ્રતીક ગાંધી ફિલ્મ અગ્નિમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. હવે આ બંને કલાકારો પડદા પર સાથે જોવા મળશે જેના કારણે ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે.
નેટફ્લિક્સની આ ફિલ્મમાં યામી ગૌતમ કયું પાત્ર ભજવશે તે આપણે ચોક્કસ જાણતા નથી, પરંતુ અનુમાન લગાવી શકાય છે કે તે કોઈ એજન્ટ હોઈ શકે છે અથવા માફિયાઓને ઉશ્કેરનાર કોઈ વ્યક્તિ હોઈ શકે છે. દરમિયાન, વીર અમદાવાદનો એક પ્રાણીપ્રેમી પશુચિકિત્સક છે, જે ડરપોક છે અને મમ્મીનો છોકરો છે. તેથી, બન્ને વિરોધી સ્વભાવના આ લોકોની આ જોડી જોવાનું એકદમ એકસાઈટમેન્ટ રહેશે. ‘ધૂમ ધામ’ યાદમીએ તેના પુત્ર વેદવિદને જન્મ આપ્યા પછી રિલીઝ થનારી પહેલી ફિલ્મ છે, જેને તેના પતિ, ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક (2019) ના દિગ્દર્શક આદિત્ય ધરે કૉ-પ્રોડ્યુસ કરી છે.