તમને લાગે છે કે તમારા શોમાં આવીને હું ટૉઇલેટ સાફ કરીશ? આવું તમે શાહરુખની પત્નીને પૂછી શકો?

15 September, 2024 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાછળ પડેલા બિગ બૉસના મેકર્સને ગોવિંદાની પત્નીએ સંભળાવી દીધું

ફાઇલ તસવીર

વિવાદાસ્પદ ટીવી-શો ‘બિગ બૉસ’ના મેકર્સને ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ જબરદસ્ત ચોપડાવી દીધી છે. સુનીતાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘બિગ બૉસ’વાળા છેલ્લાં ૪ વર્ષથી મારી પાછળ પડ્યા છે, પણ હું આ શોમાં ક્યારેય ભાગ નહીં લઉં. આ સંદર્ભમાં સુનીતા કહે છે, ‘મેં તેમને કહ્યું - તમારું મગજ ફરી ગયું છે? તમને લાગે છે કે હું ટૉઇલેટ સાફ કરીશ? તમે આ જ વાત શાહરુખ ખાનની પત્નીને પૂછી શકો? તમને એવું લાગે છે કે અમારી આર્થિક હાલત સારી નથી?’

સુનીતાએ કહ્યું હતું કે આ શોમાં ભાગ લેવાને બદલે એને હું સલમાન ખાન સાથે મળીને હોસ્ટ કરવાનું પસંદ કરીશ.

govinda Bigg Boss entertainment news bollywood bollywood news