15 July, 2023 02:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનીષા કોઇરાલા
મનીષા કોઇરાલાને કેટલીક વખત એવો સવાલ થાય છે કે શું તેનો લાઇફ પાર્ટનર હોત તો લાઇફ વધુ સારી હોત. તેણે ૨૦૧૦માં નેપાલી બિઝનેસમૅન સાથે લગ્ન કર્યાં હતાં. જોકે લગ્નનાં બે વર્ષ બાદ ૨૦૧૨માં તેમના ડિવૉર્સ થઈ ગયા હતા. એ જ વર્ષે મનીષાને ઓવેરિયન કૅન્સર થયું હતું. તાજેતરમાં મનીષાને લાઇફ પાર્ટનર વિશે પૂછવામાં આવ્યું ત્યારે મનીષાએ કહ્યું કે ‘હવે પરિવાર વસાવવા માટે થોડું મોડું થઈ ગયું છે. ક્યારેક મને પણ સવાલ થાય છે કે શું લાઇફ પાર્ટનર હોત તો લાઇફ વધુ સારી હોત? ચોક્કસ ખાતરી નથી. મને તો મારી લાઇફ કમ્પ્લીટ લાગે છે અને મારાં બાળકો મારા ડૉગ અને કૅટ મોગલી અને સિમ્બા છે. સાથે જ મારી સાથે મારા પેરન્ટ્સ છે અને અદ્ભુત ફ્રેન્ડ-સર્કલ પણ છે. આમ છતાં મને એવું લાગે છે કે શું જીવનસાથી હોત તો સારું હોત?’