વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ‘વનતારા’ના ખાસ કૅમ્પેન થકી સેલિબ્રિટીઓએ પણ લીધી પ્રતિજ્ઞાઃ #ImAVantarian

07 June, 2024 02:56 PM IST  |  Jamnagar | Gujarati Mid-day Correspondent

અજય દેવગન, ભૂમિ પેડણેકર, જાહ્‍નવી કપૂર, વરુણ શર્મા, કુશા કપિલા અને કે. એલ. રાહુલે પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનીને આવતી કાલને વધુ સુંદર અને સ્વચ્છ બનાવવાની ભલામણ લોકોને કરી હતી.

વનતારા

પર્યાવરણને બચાવવાનું બીડું ઝડપનારા અનંત અંબાણીના વાઇલ્ડલાઇફ પ્રિઝર્વેશન પ્રોજેક્ટ ‘વનતારા’એ પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે વિડિયો કૅમ્પેન લૉન્ચ કર્યું હતું. આ કૅમ્પેનને ‘આઇ ઍમ વનતારિયન’ હૅશટૅગ સાથે પ્રમોટ કરવામાં આવ્યું હતું જેનો હેતુ પર્યાવરણ સંરક્ષણને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. કૅમ્પેન વિડિયો મારફત એન્ટરટેઇનમેન્ટ, સ્પોર્ટ્સ પર્સનલિટી અને કન્ટેન્ટ ક્રીએટર્સે પોતાનો મેસેજ લોકો સુધી પહોંચાડ્યો હતો. અજય દેવગન, ભૂમિ પેડણેકર, જાહ્‍નવી કપૂર, વરુણ શર્મા, કુશા કપિલા અને કે. એલ. રાહુલે પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનીને આવતી કાલને વધુ સુંદર અને સ્વચ્છ બનાવવાની ભલામણ લોકોને કરી હતી. વિડિયો સાથે કૅપ્શન મૂકવામાં આવી હતી, ‘આપણી પૃથ્વી, આપણું ભવિષ્ય. આવતી કાલને લીલીછમ બનાવવા માટે નાનાં પગલાં લઈએ. હું વનતારિયન છું, તમે?’ પર્યાવરણ દિન નિમિત્તે જામનગરના વનતારામાં ૫૦૦૦ છોડ વાવ્યા હતા અને પર્યાવરણ પ્રત્યેનું સમર્પણ બતાવ્યું હતું. એ ઉપરાંત વનતારાએ દર વર્ષે ૧૦ લાખ વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ લીધો છે. વનતારાએ લોકોને આ કૅમ્પેન સાથે જોડાવા માટે ખાસ ઇન્સ્ટાગ્રામ ફિલ્ટર શરૂ કર્યું છે જે હેઠળ આમ લોકો પણ પ્રતિજ્ઞા લઈને #ImAVantarian કહી શકે છે.

world environment day bollywood news bollywood entertainment news life masala