શાહરુખ ખાનની ‘જવાન’ સાથે રિલીઝ થશે પ્રભાસ અને વિકીની ફિલ્મનું ટ્રેલર?

07 September, 2023 05:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘જવાન’ ૭ સપ્ટેમ્બરે હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે

શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’

શાહરુખ ખાનની ‘જવાન’ રિલીઝ થવાની છે. એ સાથે જ પ્રભાસની ‘સાલાર’ અને વિકી કૌશલની ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફૅમિલી’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવે એવી શક્યતા છે. ‘જવાન’ ૭ સપ્ટેમ્બરે હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. ‘સાલાર’ને પ્રશાંત નીલે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ૨૮ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. યશરાજ ફિલ્મ્સની ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફૅમિલી’ની વાત કરીએ તો તેઓ તમામ થિયેટર્સમાં આ ફિલ્મનું ટ્રેલર મોકલશે. હવે જાણવા મળ્યું છે કે ‘જવાન’ના સ્ક્રીનિંગ દરમ્યાન ‘સાલાર’ અને ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફૅમિલી’નું ટ્રેલર દેખાડવામાં આવશે.

prabhas Shah Rukh Khan vicky kaushal bollywood news bollywood gossips bollywood entertainment news jawan