27 September, 2023 04:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂજા હેગડે
પૂજા હેગડે હવે મુંબઈ બેઝ્ડ ક્રિકેટર સાથે લગ્ન કરશે એવી ચર્ચા છે. એ ક્રિકેટર કોણ છે એ વિશે કોઈ માહિતી જાહેર કરવામાં નથી આવી, પરંતુ તે બહુ જલદી લગ્ન કરશે એવી ચર્ચા છે. પૂજાએ નાગ ચૈતન્ય દ્વારા તેનો ઍક્ટિંગ ડેબ્યુ કર્યો હતો. બૉલીવુડમાં તેણે હૃતિક રોશનની ‘મોહેંજો દારો’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. તેની હાલમાં કેટલીક ફિલ્મો લાઇનમાં નિષ્ફળ રહી છે. આ તમામની વચ્ચે તેનાં લગ્નની વાત ચાલી રહી છે. જોકે આ પહેલી વાર નથી કે તેનું નામ ક્રિકેટર સાથે જોડાયું હોય. અગાઉ તેનું નામ કણાર્ટકના ક્રિકેટર સાથે જોડાયું હતું. તેણે પૂજાના ભાઈનાં લગ્નમાં પણ હાજરી આપી હતી. જોકે તેમનાં લગ્નની વાત ચાલતાં પૂજાએ એને ફગાવી દીધી હતી. આ વખતે તેનું નામ મુંબઈના ક્રિકેટર સાથે જોડાતાં તે હવે એ વિશે શું જવાબ આપે છે એ જોવું રહ્યું.