09 January, 2021 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુશાંત સિંહ રાજપૂત. તસવીર સૌજન્ય - જાગરણ
બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં રહ્યા નથી. પરંતુ તેના પ્રિયજનો આજે પણ તેમને યાદ કરે છે અને તેમને શ્રદ્ધાંજલિ આપતા રહે છે. હવે ડિરેક્ટર સંજય પૂરન સિંહે પણ તેમને અલગ અને ખાસ અંદાજમાં શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું છે. હકીકતમાં સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ 'ચંદા મામા દૂર કે' ફિલ્મમાં નજર આવવાના હતા. આ ફિલ્મમાં તેઓ અવકાશયાત્રીની ભૂમિકા ભજવવાના હતા, પરંતુ બજેટને કારરણે મેકર્સે ફિલ્મમાંથી હાથ ખેંચી લીધો હતો.
હવે ફિલ્મના નિર્દેશક સંજય પૂરન સિંહે કહ્યું છે કે તેઓ આ ફિલ્મ પર ફરીથી કામ શરૂ કરશે અને આ ફિલ્મ સુશાંતને શ્રદ્ધાંજલિ રૂપે બનાવવામાં આવશે. જણાવી દઈએ કે વર્ષ 2017માં ફિલ્મ ચંદા મામ દૂર કેને બનાવવાની ઘોષણા કરવામાં આવી હતી, ત્યાર બાદ સુશાંત પોતાના રોલ માટે નેશનલ અરોનૉટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશનમાં ટ્રેનિંગ પણ લેવા માટે ગયો હતો.
ફિલ્મના નિર્દેશક સંજયે મિડ-ડે આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'આ ફિલ્મ આશ્રિત નથી અને મને આશા છે કે હું તેને સ્ક્રીન પર ઉતારવા માટે સમર્થ છું, મે મારા દિમાગથી વિચાર્યું છે, તે કાગળ પર લખ્યું છે'. તેમણે આગળ કહ્યું કે, હું અત્યારે તેના પર કામ શરૂ કરી રહ્યો નથી કારણ કે સુશાંતના અવસાનને હજી એક વર્ષ પણ થયું નથી અને જ્યારે પણ આ ફિલ્મ બનશે ત્યારે તે સુશાંત માટે શ્રદ્ધાંજલિ રહેશે, સંજય આગળ બોલ્યા, હું સુશાંતને બદલવાનો વિચાર કરી શકતો નથી કારણ કે તે ફિલ્મની સ્ક્રીપ્ટથી ખૂબ જ આકર્ષિત હતો.
પરંતુ હવે મને સુશાંતની જગ્યાએ એક સારા અભિનેતાની શોધ કરવાની રહેશે અને હવે મને સ્ક્રીપ્ટ પર પણ કામ કરવું છે. ઘણા લોકોએ મને સૂચન આપ્યું છે કે હું આ ફિલ્મને એક વેબ-સીરીઝમાં બદલી નાખું. પરંતુ હું તેને એક ફિલ્મ તરીકે જાળવવા માંગું છું, તે એક મોટી સ્ક્રીનની ફિલ્મ છે.
ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને આર માધવન સાથે સુશાંત સિંહ રાજપૂત નજર આવવાના હતા. ફિલ્મ ચંદા મામા દૂર કેની ઘોષણા વર્ષ 2017માં કરવામાં આવી હતી. જણાવી દઈએ કે પહેલી તક રહેશે જ્યારે ભારતમાં અવકાશયાત્રીઓને એમના મિશન પર ફિલ્માવવામાં આવશે. તેમ જ કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મને બનાવવામાં વિલંબના કારણે સુશાંત આ ફિલ્મમાંથી બહાર નીકળી ગયા હતા.