દીપિકા અને રણબીર ફરી સાથે કામ કરશે?

31 March, 2019 11:28 AM IST  | 

દીપિકા અને રણબીર ફરી સાથે કામ કરશે?

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે (ફાઈલ ફોટો)

દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર ફરી એક વાર સાથે કામ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. તેમની છેલ્લી ફિલ્મ ઇમ્તિયાઝ અલીની ‘તમાશા’ હતી. લવ રંજનની આગામી ફિલ્મમાં આ બન્ને કામ કરતાં દેખાશે એવી ચર્ચા છે. આ ફિલ્મનું ટાઇટલ હજી સુધી નક્કી નથી થયું. આ ફિલ્મમાં અજય દેવગન પણ દેખાશે. અજય હાલમાં ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’માં વ્યસ્ત છે. દીપિકા ‘છપાક’માં તો રણબીર ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘શમશેરા’માં બિઝી છે. ત્રણેય કલાકાર પોતાનાં કમિટમેન્ટ્સને પૂરાં કરવામાં વ્યસ્ત છે. તેઓ ત્રણે તેમનાં કમિટમેન્ટ્સ પૂરાં કરીને લવ રંજનની આ ફિલ્મમાં સાથે કામ કરશે.

આ પણ વાંચોઃ દીપિકા પહેલા આ એક્ટર્સ પણ કરી ચૂક્યા છે લૂક ચેન્જ, જુઓ ફોટોઝ 

દીપિકા અને રણબીર જો ખરેખર આ ફિલ્મમાં સાથે આવવાનાં હોય તો આ તેમની ચોથી ફિલ્મ હશે. આ અગાઉ તેમણે ૨૦૦૮માં આવેલી ‘બચના એ હસીનો’, ૨૦૧૩માં આવેલી ‘યે જવાની હૈ દિવાની’ અને ૨૦૧૫માં આવેલી ‘તમાશા’માં સાથે કામ કર્યું હતું.

ranbir kapoor deepika padukone bollywood news