17 May, 2016 04:19 AM IST |
કંગના રનોટનું ‘રંગૂન’નું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે તેણે હંસલ મહેતાની ‘સિમરન’ની તૈયારી શરૂ કરી દીધી છે. એ ફિલ્મમાં તે ગુજરાતી છોકરીનું પાત્ર ભજવી રહી છે અને એ માટે તે ગુજરાતી ભાષા શીખવા હંસલ મહેતા સાથે ગુજરાતની મુલાકાતે જશે. એ મુલાકાત દરમ્યાન તે થોડાં ગુજરાતી નાટકો જોશે જેથી તે ડાયલૉગ કઈ રીતે બોલવા અને ત્યારે કેવા એક્સપ્રેશન આપવા એ જોઈ શકે.