સ્કેટિંગ સીક્વન્સથી કેમ ડરી રહી હતી સુહાના?

29 October, 2023 06:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ના ‘સુનો’ ગીતની સ્કેટિંગ સીક્વન્સ વખતે સુહાના ખાન ધ્રૂજતી હતી. આ ગીતને જાવેદ અખ્તરે લખ્યું છે

સુહાના ખાન

ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ના ‘સુનો’ ગીતની સ્કેટિંગ સીક્વન્સ વખતે સુહાના ખાન ધ્રૂજતી હતી. આ ગીતને જાવેદ અખ્તરે લખ્યું છે. આ ફિલ્મમાં સુહાનાની સાથે ખુશી કપૂર, અગસ્ત્ય નંદા, મિહિર આહુજા, વેદાંગ રૈના અને યુવરાજ મેન્ડા લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર સાત ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ‘સુનો’ ગીતને લઈને સુહાનાએ કહ્યું કે ‘હું ખરેખર એ સ્કેટિંગ સીક્વન્સને કારણે ધ્રૂજતી હતી. ઘણા સમય બાદ મેં સ્કેટિંગ કર્યું હતું. અમારા સ્કેટિંગ ઇન્સ્ટ્રક્ટરે અમને જણાવ્યું કે તમે જે કાંઈ શીખ્યા છો એ કાંઈ વેસ્ટ નથી થવા દેવું. એ બધાનો આપણે ઉપયોગ કરીશું.’

ગિટાર શીખવા વિશે અગસ્ત્ય નંદાએ કહ્યું કે ‘હું ગિટાર અને પિયાનો પ્લે કરતાં શીખ્યો હતો. મેં ગીત ગાવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ તેમણે મને ગીત ગાવા ન દીધું.’

zoya akhtar suhana khan bollywood bollywood news entertainment news