20 May, 2023 05:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિવેક અગ્નિહોત્રીએ કૉસ્ચ્યુમ સ્લેવ કેમ કહી ઐશ્વર્યાને?
ફ્રાન્સમાં ચાલી રહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચનના લુકને જોઈને ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ તેને કૉસ્ચ્યુમ સ્લેવ કહી છે. ઐશ્વર્યા આ ઇવેન્ટમાં સિલ્વર ગાઉન પર મોટી હુડી પહેરીને પહોંચી હતી. તેના આ ગાઉનને સોફી કુટોરે ડિઝાઇન કર્યો હતો. તેના લુકને લઈને ઘણાં મીમ્સ પણ બનવા માંડ્યાં છે. સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું કે ઐશ્વર્યાએ પોતાને ગિફ્ટ રૅપ કરી છે.
તો અન્યએ લખ્યું કે ઐશ્વર્યા રાયે શું કામ પોતાને સિલ્વર ફોઇલમાં એક જળપરીની જેમ સાચવીને રાખી છે?
તો કેટલાક લોકોએ ઐશ્વર્યાને તેના સ્ટાઇલિસ્ટને બદલવાની પણ સલાહ આપી દીધી છે.
આ બધાની વચ્ચે વિવેક અગ્નિહોત્રીએ પણ તેની નિંદા કરી છે. ટ્વિટર પર ઐશ્વર્યાનો ફોટો શૅર કરીને વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું કે ‘શું તમે કૉસ્ચ્યુમ સ્લેવ્સ શબ્દ સાંભળ્યો છે? તેઓ મોટા ભાગે યુવતીઓ જ હોય છે. હવે એ ભારતમાં મોટા ભાગે ફીમેલ સેલેબ્સમાં મળી આવે છે. માત્ર અસહજ ફૅશનના નામે શું કામ આપણે આટલા સ્ટુપિડ બનીને અત્યાચારનો સામનો કરીએ છીએ?’