midday

લગ્નના બે દિવસ બાદ વિકી કૌશલને શા માટે ધમકી આપી હતી કૅટરિનાએ?

25 November, 2023 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક શાંતિનો એહસાસ થાય છે. આ ગ્રેટ ફીલિંગ છે. તે ખૂબ પ્રેમાળ વ્યક્તિ છે. તેની સાથે રહેવાની અને લાઇફને માણવાની મજા આવે છે. હું તેની સાથે ખૂબ પ્રવાસ કરું છું. એ પહેલાં તો મેં એવો અનુભવ પણ નહોતો કર્યો.’
ફિલ્મની રિલીઝ પહેલાં ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યો વિકી

ફિલ્મની રિલીઝ પહેલાં ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યો વિકી

વિકી કૌશલને લગ્નના બે દિવસ બાદ તેની વાઇફ કૅટરિના કૈફે ધમકી આપી હતી એને કારણે વિકી ગભરાઈ ગયો હતો. વિકી અને કૅટરિનાએ ૨૦૨૧ની ડિસેમ્બરે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ તેને કૅટરિનાએ શું કામ ધમકાવ્યો એ વિશે વિકીએ કહ્યું કે ‘લગ્ન પહેલાં મેં એક ફિલ્મનું અડધું શૂટિંગ કર્યું હતું. બાદમાં મેં લગ્ન માટે રજા લીધી હતી. લગ્નના બે દિવસ બાદ મને સેટ પર બોલાવવામાં આવ્યો. એટલે મને ધમકી મળી કે જો તારે લગ્નના બે દિવસ બાદ સેટ પર જવાનું હતું તો લગ્ન શું કામ કર્યાં. એથી મેં સેટ પર જવાની ના પાડી દીધી અને પાંચ દિવસ બાદ સેટ પર ગયો હતો. લગ્ન ખરેખર એક સુંદર બાબત છે. તમને એવો પાર્ટનર મળે જેને માટે તમને ઘરે પાછા જવાની ઇચ્છા થાય, તો એ એક આશીર્વાદ છે. એક શાંતિનો એહસાસ થાય છે. આ ગ્રેટ ફીલિંગ છે. તે ખૂબ પ્રેમાળ વ્યક્તિ છે. તેની સાથે રહેવાની અને લાઇફને માણવાની મજા આવે છે. હું તેની સાથે ખૂબ પ્રવાસ કરું છું. એ પહેલાં તો મેં એવો અનુભવ પણ નહોતો કર્યો.’

ફિલ્મની રિલીઝ પહેલાં ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યો વિકી
વિકી કૌશલની ‘સૅમ બહાદુર’ પહેલી ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. એ પહેલાં તે અમ્રિતસરના ગોલ્ડન ટેમ્પલ આશીર્વાદ લેવા પહોંચ્યો હતો. તેની સાથે સાન્યા મલ્હોત્રા અને આ ફિલ્મની ડિરેક્ટર મેઘના ગુલઝાર પણ હાજર હતી. એના ફોટો તેણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યા છે. આ ફિલ્મ ભારતના પહેલા ફીલ્ડ માર્શલ સૅમ માણેકશોની લાઇફ, દેશ માટેના તેમના ત્યાગ અને સમર્પણની સ્ટોરી દેખાડશે. ફિલ્મમાં વિકી સાથે સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ, નીરજ કાબી અને મોહમ્મદ ઝીશાન અય્યુબ પણ જોવા મળશે. ફિલ્મની સફળતાની પ્રાર્થના કરવા વિકી, સાન્યા અને મેઘના સુવર્ણમંદિર ગયાં હતાં. સાન્યા અને મેઘનાએ ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો હતો, તો વિકી વાઇટ કુરતા-પાયજામામાં પહોંચ્યો હતો. પોતાની આ ટ્રિપનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિકીએ કૅપ્શન આપી હતી, ‘સબ્ર, શુક્ર, સુકૂન.’

vicky kaushal katrina kaif sanya malhotra meghna gulzar bollywood news bollywood gossips entertainment news bollywood