20 April, 2024 07:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૌની રૉય
સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ બાદ સૌથી પહેલાં મૌની રૉય દ્વારા એક વ્યક્તિને અનફૉલો કરવામાં આવી હતી અને એ છે પ્રોડ્યુસર સંદીપ સિંહ. મૌની અને સંદીપ બન્ને ખૂબ જ ક્લોઝ ફ્રેન્ડ હતા. જોકે સુશાંતના સુસાઇડ બાદ કન્ટ્રોવર્સીમાં સંદીપનું નામ આવ્યું હતું. આ વિશે વાત કરતાં સંદીપ કહે છે, ‘મૌની રૉયને કારણે મને ખૂબ જ દુ:ખ પહોંચ્યું હતું. તે મારી બેસ્ટ ફ્રેન્ડમાંની એક હતી. તે મને ઇન્સ્ટાગ્રામ પર ફૉલો પણ કરતી હતી. અમે લંચ અને ડિનરની સાથે અન્ય જગ્યાએ પણ સાથે જતાં હતાં. તે જ્યારે કોઈ મોટા ફિલ્મમેકરને મળવા માગતી ત્યારે હું તેની સાથે જતો હતો. મૌનીને મળ્યો એના પહેલાં હું તેના પતિ સૂરજ નામ્બિયારને પણ મળ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતની કન્ટ્રોવર્સી શરૂ થતાં તે પહેલી વ્યક્તિ હતી જેણે મારી સાથે દોસ્તી તોડી હતી અને અનફૉલો કર્યો હતો. તેણે મારા ટેક્સ્ટ મેસેજના જવાબ આપવાનું પણ બંધ કરી દીધું હતું. તેનામાં એટલી પણ શરમ નહોતી કે તે મને તેનાં લગ્નમાં બોલાવે. જોકે હું મૌનીને એ કહેવા માગું છું કે તેની લાઇફમાં કંઈ પણ સમસ્યા આવશે તો હું પહેલી વ્યક્તિ હોઈશ જે તેની મદદ માટે જશે.’