11 September, 2023 08:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જયા બચ્ચન (ફાઈલ તસવીર)
લગ્ન પછી રેખા અને અમિતાભ બચ્ચનના લવ અફેર ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું અને આને કારણે રેખા, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના સંબંધોમાં પણ કડવાશ આવી ગઈ હતી.
બૉલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં અનેક લવ ટ્રાએંગલ તમે જોયા હશે અથવા તેમના વિશે ઉડતાં-ઉડતાં સમાચાર સાંભળ્યા હશે. તેમાંથી જ એક મોટું લવ ટ્રાએંગલ, જે સૌથી વધારે ચર્ચામાં રહ્યું તે હતું રેખા, અમિતાભ બચ્ચન અને જયાનું. લગ્ન પછી રેખા અને અમિતાભ બચ્ચનના લવ અફેર ખૂબ જ ચર્ચામાં હતું અને આને કારણે રેખા, અમિતાભ અને જયા બચ્ચનના સંબંધોમાં પણ કડવાશ આવી ગઈ હતી. આ વિશે વધુ ચર્ચા ત્યારે થઈ જ્યારે રાજ્યસભામાં જયા બચ્ચને રેખાને જોઈને પોતાની સીટ સુદ્ધાં બદલી નાખી હતી. પણ એકવાર રેખાને તેમણે પોતાના ઘરે આમંત્રણ આપીને ગ્રાન્ડ વેલકમ કર્યું. જાણો આ કિસ્સા વિશે વિગતે...
જ્યારે રાજ્યસભા પહોંચ્યાં રેખા તો જયા બચ્ચને બતાવ્યાં તેવર
આ વાત છે વર્ષ 2012ની. જ્યારે રેખાને રાજ્યસભા માટે નૉમિનેટ કરવામાં આવ્યાં હતાં. આ વાતથી સમાજવાદી પાર્ટીના મેમ્બર જયા બચ્ચન સહેજ પણ આનંદિત નહોતાં અને માહિતી પ્રમાણે તો રેખાના શપથ ગ્રહણ સમારોહમાં જયા બચ્ચનના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી. એટલું જ નહીં રેખા અને જયાની સીટ નજીક હતી. જયા બચ્ચનને જ્યાં 91 નંબરની સીટ અલૉટ કરવામાં આવી હતી, ત્યાં રેખાને 99 નંબર મળ્યો હતો પણ તેના પછી જયા બચ્ચને પોતાની સીટ બદલીને 143 નંબરની કરાવી લીધી હતી, જેથી તે રેખાથી દૂર બેસી શકે. કહેવામાં એ પણ આવે છે કે તે સમયે જયા બચ્ચને રાજ્યસભા ટીવીમાં પણ ફરિયાદ નોંધાવી હતી. કારણકે રેખાના શપથગ્રહણ સમારોહ દરમિયાન વારં-વાર કેમેરો તેમની તરફ ફોકસ કરવામાં આવતો હતો, જેથી તે ખૂબ જ નારાજ પણ થયાં હતાં.
રેખાને ઘરે બોલાવીને કર્યું ગ્રાન્ડ વેલકમ
એક તરફ જયા અને રેખા વચ્ચે રાજ્યસભામાં અંતર વધ્યું હતું, પણ બીજી તરફ એક રિપૉર્ટ પ્રમાણે એકવાર જયા બચ્ચને પોતે રેખાને કૉલ કરીને પોતાના ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું, જેથી રેખા પણ ચોંકી ગયાં હતાં. ત્યાર બાદ જયા બચ્ચને રેખાનું પોતાના ઘરે ગ્રાન્ડ વેલકમ કર્યું, તેમને ડિનર કરાવ્યું. જો કે, આ દરમિયાન અમિતાભ બચ્ચન ઘરમાં નબોતા અને તે શૂટિંગ માટે બહાર ગયા હતા. આ દરમિયાન બન્ને વચ્ચે ઘણીબધી વાતો થઈ, પણ જયા બચ્ચને તેમને કંઈ નહોતું કહ્યું. ત્યાર બાદ કહેવામાં આવે છે કે જયા બચ્ચને પોતાના ઘરના દરવાજે ઊભા રહીને રેખાને કહ્યું હતું કે ભલે કંઈપણ થઈ જાય તે અમિતાભ બચ્ચનને નહીં છોડે. ત્યાર બાદ રેખા અને જયા બચ્ચન વચ્ચે ક્યારે પણ આ પ્રકારની મુલાકાત ન થઈ અને બન્ને એકબીજાથી અંતર જાળવી રાખતાં હતાં.