21 May, 2023 05:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
જુનિયર એનટીઆરને બર્થ-ડે વિશ કરવાની સાથે હૃતિક રોશને ‘વૉર 2’ને લઈને પણ હિન્ટ આપી દીધી છે. આ બન્ને ‘વૉર 2’માં દેખાવાના છે. આ ફિલ્મને આયાન મુખરજી ડિરેક્ટ કરવાનો છે. યશરાજ ફિલ્મ્સ ભવ્ય સ્પાય યુનિવર્સ બનાવી રહ્યો છે. જુનિયર એનટીઆરને બર્થ-ડે વિશ કરતાં ટ્વિટર પર હૃતિકે ટ્વીટ કર્યું હતું, ‘હૅપી બર્થ-ડે જુનિયર એનટીઆર. તારો દિવસ આનંદથી છલોછલ રહે અને આખું વર્ષ ઍક્શનથી ભરપૂર રહે. મારા ફ્રેન્ડ, યુદ્ધભૂમિ પર તારી રાહ જોઉં છું. તારા આવનારા દિવસોમાં તને અપાર ખુશીઓ અને શાંતિ મળે. જન્મદિવસ મુબારક મારા મિત્ર.’
હૃતિકને જવાબ આપતાં જુનિયર એનટીઆરે ટ્વીટ કર્યું હતું, ‘સર, તમારી લવલી શુભેચ્છા માટે આભાર. આજે હું આ દિવસને ખૂબ માણીશ. તમે પણ દિવસ ગણવાનું શરૂ કરી દો. તમારી રાહ કોણ જોઈ રહ્યું છે એ જાણીને આશા છે કે તમને ઊંઘ આવશે. યુદ્ધભૂમિમાં તમે એકદમ આરામથી સૂઈ જાઓ એવી મારી ઇચ્છા છે. જલદી મળીશું.’