05 February, 2020 03:01 PM IST | Ahmedabad | Parth Dave
દિબાકર બૅનરજી
બૉલીવુડના પ્રસિદ્ધ ફિલ્મમેકર દિબાકર બૅનરજી નેટફ્લિક્સ માટે ‘ફ્રીડમ’ નામની એક ફિલ્મ લઈને આવી રહ્યા છે. અગાઉ તેઓ આ પ્લૅટફૉર્મ માટે ‘લસ્ટ સ્ટોરીઝ’ અને ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ના એપિસોડ બનાવી ચૂક્યા છે. ‘ફ્રીડમ’માં મધ્યમવર્ગીય પરિવારની લાગણીઓ, સેક્સ, મહત્ત્વાકાંક્ષા, વિશ્વાસઘાત જેવા મુદ્દા છેડવામાં આવશે. અહીં ત્રણ વાર્તાના આધારે એક પરિવારના ઇતિહાસ વિશે જણાવવામાં આવશે જેનાં મૂળિયાં ભારતના વ્યક્તિગત અને વૈચારિક ઇતિહાસ સાથે જોડાયેલાં છે. દરેક વ્યક્તિમાં ઇચ્છા એ સામાન્ય બાબત છે એવી આ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ ‘ફ્રીડમ’ની થીમલાઇન છે.