‘ટાઇગર 3’ દ્વારા લોકોને બેસ્ટ દિવાળી મળે તો અમને ખુશી થશે : સલમાન ખાન

11 November, 2023 05:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાનની ‘ટાઇગર 3’ આ રવિવારે રિલીઝ થવાની છે. એવામાં સલમાનની ઇચ્છા છે કે જો આ ફિલ્મ દ્વારા લોકોને બેસ્ટ દિવાળી મળી શકે તો તેને આનંદ થશે

સલમાન ખાન

સલમાન ખાનની ‘ટાઇગર 3’ આ રવિવારે રિલીઝ થવાની છે. એવામાં સલમાનની ઇચ્છા છે કે જો આ ફિલ્મ દ્વારા લોકોને બેસ્ટ દિવાળી મળી શકે તો તેને આનંદ થશે. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મમાં સલમાનની સાથે કૅટરિના કૈફ અને ઇમરાન હાશ્મી પણ જોવા મળશે. આદિત્ય ચોપડાએ પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મને મનીષ શર્માએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. ​પહેલી વખત દિવાળીમાં રિલીઝ થનારી આ ફિલ્મ વિશે સલમાને કહ્યું કે ‘દિવાળીમાં ફિલ્મ રિલીઝ થાય તો એ મારા માટે હંમેશાં સ્પેશ્યલ રહ્યું છે, કારણ કે એની સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે કે કેવી રીતે તહેવાર હંમેશાં મારા માટે શુકનવંતા સાબિત થાય છે. અજબની વાત છે કે મારી અને કૅટરિનાની જોડીવાળી ફિલ્મ કદી પણ દિવાળીમાં રિલીઝ નથી થઈ. ‘ટાઇગર 3’ અમારી પહેલી ફિલ્મ છે જે દિવાળીમાં રિલીઝ થઈ રહી છે. કો-સ્ટાર્સ તરીકે અમે ઘણી ફિલ્મો સાથે કરી છે, જે લોકોને ગમી પણ છે. એથી જો અમે ‘ટાઇગર 3’ દ્વારા લોકોની દિવાળી બેસ્ટ બનાવી શકીએ તો અમને ખુશી થશે.’

તો બીજી તરફ આ ​ફિલ્મને લઈને કૅટરિનાએ કહ્યું કે ‘આ દિવાળી મારા માટે અતિશય સ્પેશ્યલ છે, કારણ કે મારી ‘ટાઇગર 3’ રિલીઝ થવાની છે, જે અસત્ય પર સત્યની જીતને દેખાડે છે. સાથે જ સલમાન સાથેની આ મારી પહેલી ફિલ્મ છે જે દિવાળીમાં રિલીઝ થવાની છે. સલમાન અને હું દરેકને મનોરંજન પૂરું પાડવા માટે આતુર છીએ. સાથે જ દિવાળીના તહેવારમાં તેમની ખુશી અને ઉત્સાહ વધારવા માગીએ છીએ. આ વર્ષે અમે દેશના તમામ લોકો સાથે મળીને અમારી ફિલ્મની રિલીઝ સાથે દિવાળી સેલિબ્રેટ કરીશું. આશા છે કે અમારી ‘ટાઇગર 3’ લોકો માટે અદ્ભુત દિવાળી ગિફ્ટ રહેશે.’

બાઇક ચેઝિંગ સીક્વન્સ શૂટ કરવી ખૂબ અઘરી હતી : સલમાન

સલમાન ખાનને ‘ટાઇગર 3’માં બાઇક ચેઝિંગ ઍક્શન સીક્વન્સ શૂટ કરવી ખૂબ અઘરી લાગી હતી. આ ફિલ્મમાં શાનદાર ઍક્શન કરતાં સલમાન અને કૅટરિના કૈફ જોવા મળશે. સાથે જ શાહરુખ ખાન ‘પઠાન’ બનીને સલમાનનો સાથ આપશે. ઍક્શન સીક્વન્સ શૂટ વિશે સલમાને કહ્યું કે ‘દર્શકોનું ‘ટાઇગર’ સાથે કનેક્શન છે. તેઓ તેની જર્નીનું અનુસરણ કરે છે. એ કૅરૅક્ટર્સ સાથે લોકો કનેક્ટ થયા છે અને આ વખતે આ ફિલ્મ સાથે ઘણાં ઇમોશન્સ જોડાયેલાં છે. સાથે આ ફિલ્મ દિવાળીમાં રિલીઝ થઈ રહી હોવાથી આશા છે કે દર્શકો મોટી સ્ક્રીન પર ફાયરવર્ક્સને અને આ મનોરંજક ફિલ્મને થિયેટર્સમાં ફૅમિલી સાથે એન્જૉય કરશે. બાઇક ચેઝિંગ ઍક્શન સીક્વન્સને શૂટ કરવી સૌથી અઘરી હતી. એ અસરદાર રહેશે. એથી ડિરેક્ટર મનીષ શર્મા અને મેં એના પર લાંબી ચર્ચા કરી હતી અને બાદમાં એના પર સાથે મળીને કામ કર્યું હતું.’

Salman Khan bollywood bollywood news entertainment news