16 May, 2023 08:36 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સારા અલી ખાન અને વિકી કૌશલ
વિકી કૌશલ (Vicky Kaushal)અને સારા અલી ખાન(Sara Ali Khan)આ દિવસોમાં બી-ટાઉનની ફ્રેશ જોડી છે. હાલમાં જ તેમની આગામી ફિલ્મ `જરા હટકે જરા બચકે`(zara hatke zara bachke trailer)નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ ઈવેન્ટ મુંબઈ(Mumbai)માં યોજાઈ હતી. બંને એક ઓટો રિક્ષામાં બેસીને ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં પહોંચ્યા હતા. સારા અને વિકીએ મીડિયા સાથે વાતચીત પણ કરી હતી. આ દરમિયાન કોઈએ વિકીને તેની પત્ની કેટરિના વિશે એવો સવાલ પૂછ્યો કે અભિનેતા મૂંઝવણમાં પડી ગયો હતો. ચાલો તમને જણાવીએ કે શું થયું.
ખરેખર, ઝરા હટકે ઝરા બચકેમાં સારા અને વિકી એક મધ્યમ વર્ગના કપલી ભૂમિકા નિભાવી રહ્યા છે, જે ઈન્દોરમાં રહે છે. આ ટ્રેલરમાં લગ્ન અને છૂટાછેડાની વાર્તા પણ બતાવવામાં આવી છે. આવી સ્થિતિમાં એક પત્રકારે ઈવેન્ટમાં વિકી કૌશલને પૂછ્યું કે, "આપણા દેશમાં લગ્ન જન્મ જન્મોનો સાથ હોય છે. શું તમને આ વાત સાચી લાગે છે કે પછી કેટરિના કૈફ કરતા સારી હિરોઈન મળે તો તમે છૂટાછેડા લઈને લગ્ન કરવા ઈચ્છો છો?" સારા આ સવાલ સાંભળીને ચોંકી ગઈ અને વિકી હસ્યો અને તેણે પોતાનું માથું પકડી લીધું.
આ પણ વાંચો: બેબી પ્લાનિંગના સમાચાર પર કેટરિનાની પ્રતિક્રિયા, જણાવી હકીકત
આ સવાલ પર સારા પોતાનું હાસ્ય રોકી શકી નહી અને તેણે વિકીને જવાબ આપવા કહ્યું. વિકીએ કહ્યું, "હું શું જવાબ આપું, આટલો ખતરનાક પ્રશ્ન છે. તમે શું પૂછો છો, મારે સાંજે ઘરે જવાનું છે (હસતાં હસતા). સાહેબ તમે કેવા પ્રશ્નો પૂછો છો. હું બાળક છું, મને મોટો થવા દો હજી". જોકે વિકીએ આગળ કહ્યું, "સર જન્મો જન્મ સુધી...". ઉલ્લેખનીય છે કે, વિકી અને કેટરીના બી-ટાઉનના ફેમસ કપલ છે. બંનેના લગ્ન 9 ડિસેમ્બર 2021ના રોજ થયા હતા.