25 June, 2023 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયા બચ્ચન
‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના સેટ પર જયા બચ્ચન સૌની સાથે ઘરપરિવાર જેવું વર્તન કરતાં હતાં એવું જાણવા મળ્યું છે. જયા બચ્ચન જાહેરમાં એટલે કે મીડિયા સાથેના તેમના સ્વભાવને લઈને ખૂબ ચર્ચામાં રહે છે. તેઓ તેમના ગુસ્સાવાળા સ્વભાવને લઈને જાણીતાં છે. જોકે હાલમાં તેઓ સેટ પર દરેક સાથે ખૂબ સારું વર્તન કરતાં જોવા મળ્યાં હતાં એવી ચર્ચા છે. કરણ જોહરે આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં જયા બચ્ચન સાથે રણવીર સિંહ, આલિયા ભટ્ટ, શબાના આઝમી અને ધર્મેન્દ્ર પણ દેખાશે. ફિલ્મની નજીકનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે જયા બચ્ચન સેટ પર દરેકની ખૂબ કાળજી લેતાં હતાં. તેઓ દરેક સાથે મમ્મી જેવું વર્તન કરતાં હોવાની ચર્ચા છે. સેટ પર તેમણે દરેક સાથે સારાં રિલેશન રાખ્યાં હતાં. તેઓ એ વાતની ખાતરી રાખતાં કે સેટ પર માત્ર ઍક્ટર્સ નહીં, પરંતુ ટૅક્નિશ્યન્સ અને અન્ય ટીમ-મેમ્બર્સ કમ્ફર્ટેબલ અનુભવે. આ ફિલ્મમાં જયા બચ્ચન રંધાવા પરિવારનાં મેમ્બર હોય છે. એ પરિવારમાં ધર્મેન્દ્ર, રણવીર, આમિર બશીર અને અંજલિ આનંદ છે. બીજી તરફ બંગાળી કુટુંબ ચૅટરજી ફૅમિલીમાં આલિયા, શબાના આઝમી, નમિત દાસ, તોતા રૉય ચૌધરી અને ચર્ની ગાંગુલી જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર ટૂંક સમયમાં લૉન્ચ થશે. ૨૮ જુલાઈએ ફિલ્મ રિલીઝ થશે.