22 March, 2025 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વામિકા ગબ્બીનનો હૅન્ડપીસ સાથે ફોટો
છેલ્લે વરુણ ધવન સાથેની ફિલ્મ ‘બેબી જૉન’માં દેખાયેલી વામિકા ગબ્બીએ બુધવારે મુંબઈમાં એક ઇવેન્ટમાં પહેરેલા હૅન્ડપીસે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
આ ઇવેન્ટમાં વામિકાએ પહેરેલા આકર્ષક ગાઉન અને બ્લૅક નેટવાળા હાફ માસ્કને લીધે તે ખૂબ આકર્ષક લાગતી હતી, પણ તેના ઓવરઑલ લુકની હાઇલાઇટ હતી અંદાજે ૭૫ લાખ રૂપિયાનો તેનો હૅન્ડપીસ. નૅચરલ ડાયમન્ડ્સ જડેલો વામિકાનો આ હૅન્ડપીસ ફોટોગ્રાફરો માટે પોઝ કરતી વખતે અને તેમને ગુડબાય કહેતી વખતે ઊડીને આંખે વળગતો હતો.