PM મોદીની બાયોપિકમાં જુદા જુદા 9 લૂકમાં દેખાશે વિવેક ઓબેરોય

20 March, 2019 11:03 AM IST  | 

PM મોદીની બાયોપિકમાં જુદા જુદા 9 લૂકમાં દેખાશે વિવેક ઓબેરોય

ફિલ્મમાં આ પ્રકારના લૂકમાં દેખાશે વિવેક ઓબેરોય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બની રહેલી બાયોપિકની રિલીઝ ડેટ નક્કી થઈ ગઈ છે. લોકસભા 2019ની ચૂંટણી પહેલા 12 એપ્રિલે પીએમ મોદીની બાયોપિક રિલીઝ થઈ રહી છે. ફિલ્મ બનવાની જાહેરાત થઈ ત્યારથી જ તેની ચર્ચા ઠેર ઠેર થઈ રહી છે. હવે આ ફિલ્મમાં વિવેક ઓબેરોયના નવા લૂક સામે આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં અભિનેતા વિવેક ઓબેરોય જુદા જુદા 9 લૂકમાં દેખાશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફેસબુક પર ફોટો પોસ્ટ કરીને વિવેક ઓબેરોયના જુદા જુદા લૂક શેર કર્યા છે. તરણ આદર્શે શૅર કરેલા આ કોલાજમાં વિવેક ઓબેરોય પીએમ મોદીની બાયોપિકમાં જુદા જુદા 9 ગેટ અપમાં દેખાઈ રહ્યા છે.

 

આ ફોટોમાં વિવેક ઓબેરોય પહેલા ફેંટાવાળા ગ્રામીણ નાગરિક, પછી શર્ટમાં યુવાન વ્યક્તિ, દાઢીધારી લૂક, પીએમ મોદીનો ચશ્મા અને સફેદ દાઢી સાથેના લૂક, સરદારજીના ગેટઅપ, સાધુના ગેટઅપ, પંજાબી ગેટઅપ એમ જુદા જુદા ગેટઅપમાં દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Narendra Modi Biopic:આ ટીવી એક્ટ્રેસ કરશે જશોદાબેનનો રોલ

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી કેવી રીતે સંઘર્ષ કરીને આ પદ સુધી પહોંચ્યા, તેની સ્ટોરી ફિલ્મમાં દર્શાવાશે. ફિલ્મમાં વિવેક ઓબેરોય વડાપ્રધાન મોદીનો રોલ કરી રહ્યા છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું ત્યારે વડાપ્રધાન મોદીના લૂકમાં વિવેક ઓબેરોય ખૂબ જ ટ્રોલ થયા હતા.

narendra modi vivek oberoi bollywood