‘ઓપનહાઇમર’ માટે કાશ્મીરના થિયેટરમાં લોકોની ભીડ જોઈને ખુશ થયો વિવેક અગ્નિહોત્રી

25 July, 2023 03:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિવેક અગ્નિહોત્રીની ‘ધ કશ્મીર ફાઇલ્સ અનરિપોર્ટેડ’ સિરીઝ ZEE 5 પર રિલીઝ થવાની છે. સાથે જ તે ‘ધ વૅક્સિન વૉર’ બનાવી રહ્યો છે.

ઓપનહાઇમર

‘ધ કશ્મીર ફાઇલ્સ’ બનાવનાર ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીને એ વાતની ખુશી છે કે ‘ઓપનહાઇમર’ જોવા માટે કાશ્મીરના થિયેટરમાં લોકોની ભીડ ઊમટી પડી છે. તેણે એક ન્યુઝનું કટિંગ શૅર કર્યું છે. એમાં લખવામાં આવ્યું છે કે કાશ્મીરના લોકો થિયેટર્સ તરફ પાછા વળ્યા છે. વિવેક અગ્નિહોત્રીની ‘ધ કશ્મીર ફાઇલ્સ અનરિપોર્ટેડ’ સિરીઝ ZEE 5 પર રિલીઝ થવાની છે. સાથે જ તે ‘ધ વૅક્સિન વૉર’ બનાવી રહ્યો છે. એ ​ફિલ્મમાં આપણા દેશે બનાવેલી કોવિડની વૅક્સિનની સ્ટોરી જણાવવામાં આવશે. કાશ્મીરના થિયેટરને સંબંધિત ન્યુઝનું કટિંગ ટ્વિટર પર શૅર કરીને વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું કે ‘બ્રિલિયન્ટ ન્યુઝ. ૯૦ના દાયકામાં ​સિનેમા હૉલ્સને સળગાવવામાં આવ્યા અને એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે આ વિજ્ઞાન પર આધારિત ફિલ્મ જોવા પહેલી વખત થિયેટર ભરાઈ જવાની ખુશી છે. મને એ વાતની ખુશી છે કે અમારી સાયન્સ પર આધારિત અને સત્ય ઘટનાત્મક ફિલ્મ ‘ધ વૅક્સિન વૉર’ પણ કાશ્મીરમાં રિલીઝ થવાની છે. મને કાશ્મીરના યુવાનોએ, ખાસ કરીને મહિલાઓએ ખાતરી આપી છે કે તેમને સાયન્સના ક્ષેત્રે ભારતને મળેલી સિદ્ધિ જોવાનો ગર્વ થશે.’

vivek agnihotri kashmir bollywood news bollywood gossips bollywood entertainment news