કાશ્મીરમાં શંકરાચાર્યના મંદિરે દર્શન કર્યાં વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોષીએ

24 July, 2023 03:13 PM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

૭ એપિસોડની આ સિરીઝનું ટ્રેલર લૉન્ચ કર્યા બાદ તેઓ શ્રીનગરમાં આવેલા સૌથી જૂના આ મંદિરમાં માથું નમાવવા ગયાં હતાં.

વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોષી

વિવેક અગ્નિહોત્રી અને તેની વાઇફ પલ્લવી જોષીએ કાશ્મીરમાંના શંકરાચાર્યના મંદિરે દર્શન કર્યાં હતાં. એનો ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરવામાં આવ્યો છે. તેની ‘ધ કશ્મીર ફાઇલ્સ અનરિપોર્ટેડ’ ઝીફાઇવ પર રિલીઝ થશે. આ સિરીઝમાં કાશ્મીરના પંડિતોના થયેલા નરસંહારનો ચિતાર રજૂ કરવામાં આવશે. ૭ એપિસોડની આ સિરીઝનું ટ્રેલર લૉન્ચ કર્યા બાદ તેઓ શ્રીનગરમાં આવેલા સૌથી જૂના આ મંદિરમાં માથું નમાવવા ગયાં હતાં. એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિવેક અગ્નિહોત્રીએ કૅપ્શન આપી હતી, ‘ફાઇનલી, ૨૬૫ પગથિયાં તૂટેલા ઘૂંટણ સાથે ચડી ગયો અને કાશ્મીરમાં આવેલા આ શંકરાચાર્ય મંદિરમાં પ્રાર્થના કરી. જો તમારામાં લક્ષ અને સમર્પણ હોય તો ભગવાન પણ તાકત આપે છે. દુષ્ટ લોકોને સફળતા ત્યારે મળે છે જ્યારે તમે ડરી જાઓ છો. એથી તેમને હરાવવાનો એક જ માર્ગ છે કે તેમનો ગભરાયા વિના સામનો કરો.’

‘મણિપુર ફાઇલ્સ’ બનાવવાનું કહેનારને જડબાતોડ જવાબ આપ્યો વિવેક અગ્નિહોત્રીએ

મણિપુરમાં બે મહિલાઓ સાથે થયેલી ડરામણી ઘટના બાદ સૌકોઈ સ્તબ્ધ છે. તેમની સાથે જેકાંઈ બન્યું એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં લોકો અને સેલિબ્રિટીઝ પણ રોષે ભરાયા છે. એટલે સોશ્યલ મીડિયામાં એક વ્યક્તિએ ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીને ‘મણિપુર ફાઇલ્સ’ બનાવવાનું કહ્યું, પણ તેને વિવેક અગ્નિહોત્રીએ જડબાતોડ જવાબ આપ્યો છે. તે વ્યક્તિએ ટ્‍‍વિટર પર ટ્વીટ કર્યું કે ‘સમય વેડફવા ન દે અને જો તું ખરા અર્થમાં પુરુષ હોય તો ‘મણિપુર ફાઇલ્સ’ પર ફિલ્મ બનાવ.’
એનો જવાબ આપતાં વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું હતું, ‘મારા પર આટલો ભરોસો કરવા બદલ આભાર. શું બધી ફિલ્મો મારી પાસે જ બનાવડાવશો? તમારી ‘ટીમ ​ઇન્ડિયા’માં કોઈ પુરુષ ફિલ્મમેકર છે કે નહીં?’

pallavi joshi vivek agnihotri kashmir bollywood news bollywood gossips bollywood entertainment news