28 February, 2023 12:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિશાલ ભારદ્વાજ
બ્રિટિશ રાઇટર અગાથા ક્રિસ્ટીની નૉવેલ ‘ધ સિટાફોર્ડ મિસ્ટરી’ પરથી વિશાલ ભારદ્વાજ વેબ-સિરીઝ બનાવી રહ્યા છે. એ સિરીઝનું નામ ‘ચાર્લી ચોપડા ઍન્ડ ધ મિસ્ટરી ઑફ સોલાંગ વૅલી’ રાખવામાં આવ્યું છે. એની સ્ટોરી હિમાચલ પ્રદેશના બરફથી છવાયેલા પ્રદેશની છે. એમાં ચાર્લી ચોપડાની જર્નીને દેખાડવામાં આવશે. આ શોના કો-સ્ક્રીનરાઇટર તરીકે વિશાલ ભારદ્વાજે કામ કર્યું છે. આ સિરીઝમાં વામિકા ગબ્બી, પ્રિયાંશુ પેન્યુલી, નસીરુદ્દીન શાહ, નીના ગુપ્તા, રત્ના પાઠક શાહ, ગુલશન ગ્રોવર, લારા દત્તા, ચંદન રૉય સાન્યાલ અને પાઓલી ડૅમ પણ લીડ રોલમાં દેખાશે. આ સિરીઝ સોની લિવ પર રિલીઝ થવાની છે. આ નૉવેલની સ્ટોરી વિશે વિશાલ ભારદ્વાજે કહ્યું કે ‘હું અગાથા ક્રિસ્ટીની સ્ટોરી વાંચીને મોટો થયો છું. તેના પ્લૉટ્સ, કૅરૅક્ટર્સ અને અસાધારણ સ્ટોરી આજે પણ સ્ટોરી ટેલર્સને એક્સાઇટ કરે છે. અગાથા ક્રિસ્ટીના પ્રપૌત્ર જેમ્સ પિચર્ડ સાથે કામ કરવાની જર્ની અવર્ણનીય રહેશે. તેઓ હંમેશાં અમારી ટીમ માટે હટકે દૃષ્ટિકોણ લઈને આવે છે.’