29 January, 2024 03:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટના વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીન ગ્રૅબ
ફિલ્મ `એનિમલ` માટે રણબીર કપૂરને બેસ્ટ એક્ટરનો એવૉર્ડ મળ્યો છે. તો, આલિયા ભટ્ટને `રૉકી ઔર રાની કી પ્રેમ કહાની` માટે બેસ્ટ એક્ટ્રેસનો એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો. આ દરમિયાન હવે તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
69th Filmfare Awards: બૉલિવૂડ એક્ટર રણબીર કપૂર અને તેની પત્ની એક્ટ્રેસ આલિયા ભટ્ટ માટે વર્ષ 2024ની શરૂઆત ખૂબ જ સારી રહી છે. રવિવારે એટલે કે 28 જાન્યુઆરીના રોજ થયેલા 69મા ફિલ્મફૅર અવૉર્ડ્સમાં આલિયા અને રણબીર બન્નેએ બાજી મારી લીધી છે. ફિલ્મ `એનિમલ` માટે જ્યાં રણબીરને બેસ્ટ એક્ટરનો એવૉર્ડ મળ્યો છે. ત્યાં, આલિયા ભટ્ટે `રૉકી ઔર રાની કી પ્રેમ કહાની` માટે બેસ્ટ એક્ટ્રેસ એવૉર્ડ પોતાને નામે કર્યો છે. એટલે કે બન્ને એવૉર્ડ આ વખતે રણબીરના ઘરે જ પહોંચ્યા છે. આ વચ્ચે હવે રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પત્ની સાથે એવૉર્ડ ફંકશનમાં જ ડાન્સ કરવા માંડે છે અને તેને કિસ કરતો જોવા મળે છે.
રણબીરે આલિયા ભટ્ટ સાથે કર્યો `જમાલ કુડૂ` ગીત પર ડાન્સ
69મા ફિલ્મ ફૅર એવૉર્ડ્સ દરમિયાનના અનેક વીડિયોઝ અને ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પણ સૌથી વધુ ચર્ચામાં છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો એક વીડિયો. આ વીડિયોમાં રણબીર 69મા ફિલ્મફૅર એવૉર્ડ્સ પોતાની ફિલ્મ `એનિમલ`ના હિટ સૉન્ગ `જમાલ કુડૂ` પર સ્ટેજ પર ડાન્સ કરતો જોવા મળે છે. પણ તે એકાએક સ્ટેજ પરથી ઉતરીને પત્ની આલિયા સાથે ડાન્સ કરવા માંડે છે. રણબીર અને આલિયા બન્ને પોતાના માથે ગ્લાસ મૂકીને ડાન્સ કરી રહ્યા છે. આલિયા પણ રણબીરના ડાન્સ સ્ટેપને ફૉલો કરતી જોવા મળી. ત્યાર બાદ અંતે જતાં-જતાં રણબીરે આલિયાના ગાલ પર પપ્પી કરી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
વીડિયોના ચાહકોએ કર્યા મન મૂકીને વખાણ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો આ વીડિયો તેમના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. આ અંગે કોમેન્ટ કરતા ઘણા યુઝર્સ રણબીરને જેન્ટલમેન કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, `રણબીર અને આલિયા ખુલ્લેઆમ જીવન જીવે છે. તેમની પુત્રી ખૂબ નસીબદાર છે. એકે લખ્યું, `તેમનું કપલ ખૂબ જ ક્યૂટ છે.` આવી બીજી ઘણી કોમેન્ટ્સ આ વીડિયો પર આવી રહી છે.
નોંધનીય છે કે, ગુજરાતના ગાંધીનગરમાં 69માં ફિલ્મફેર એવોર્ડની શરૂઆત થઈ. હોસ્ટ કરણ જોહરે તેના કો-હોસ્ટ મનીષ પોલ સાથે ભવ્ય એન્ટ્રી કરી હતી. વરુણ ધવન, જાહ્નવી કપૂર અને કરીના કપૂર ખાન જેવા ઘણા સેલેબ્સે તેમના પર્ફોર્મન્સથી ઈવેન્ટમાં આકર્ષણ જમાવ્યું હતું. તૃપ્તિ ડિમરીએ ફિલ્મફેર અવોર્ડમાં ડેબ્યુ કર્યુ. 69માં ફિલ્મફેર એવોર્ડનું નોમિનેશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. `એનિમલ` માટે રણબીર કપૂરનું નામ નોમિનેશન લિસ્ટમાં સૌથી આગળ હતું. શાહરૂખ ખાન જેમના માટે 2023 તેની કારકિર્દીના શ્રેષ્ઠ વર્ષોમાંનું એક હતું. તેને બેસ્ટ એક્ટર કેટેગરીમાં બે નોમિનેશન મળ્યા હતા.