midday

દોઢ કલાકના પ્રવાસ અને ચાર કલાકની પ્રતીક્ષાની આપવીતી જણાવી વીર દાસે

18 July, 2022 06:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વીર દાસે સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ શૅર કરીને તેના આ કડવા અનુભવ વિશે માહિતી આપી
દોઢ કલાકના પ્રવાસ અને ચાર કલાકની પ્રતીક્ષાની આપવીતી જણાવી વીર દાસે

દોઢ કલાકના પ્રવાસ અને ચાર કલાકની પ્રતીક્ષાની આપવીતી જણાવી વીર દાસે

કૉમેડિયન અને ઍક્ટર વીર દાસે જણાવ્યું કે હવાઈ મુસાફરી દરમ્યાન મારે ઘણી તકલીફ સહન કરવી પડી હતી. વીર દાસે સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ શૅર કરીને તેના આ કડવા અનુભવ વિશે માહિતી આપી છે. એ વાતનો ખુલાસો કરતાં ટ્વિટર પર વીર દાસે ટ્વીટ કર્યું કે ‘દિલ્હીથી લેહ જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં ચાર કલાકથી સવારી કરી રહ્યા હતા ત્યારે કર્મચારીઓએ અનાઉન્સમેન્ટ કરી કે ખરાબ હવામાનને કારણે અન્ય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જોકે અન્ય ફ્લાઇટ્સ તો ત્યાં પહોંચી રહી છે. યાત્રીઓએ વિરોધ અને વિદ્રોહ કરવાનું શરૂ કર્યું. કેટલાક લોકોએ લેહમાં રહેતા લોકોને ફોન કર્યો તો જાણવા મળ્યું કે ત્યાં હવામાન સાફસૂથરું છે એથી લોકોનો ગુસ્સો વધી ગયો હતો. મુસાફરોએ બૂમાબૂમ કરી શોર મચાવવાની શરૂઆત કરી હતી ત્યારે ઍર ઇન્ડિયાના મૅનેજરે બધાને પાછા આવવાનું કહ્યું જેથી પ્લેન શરૂ થઈ શકે. પ્લેનના કૅપ્ટન અને ક્રૂના સભ્યો બદલાઈ ગયા. હવે યુવા કૅપ્ટન આવ્યો છે. આશા છે કે તે ફાસ્ટ ડ્રાઇવ કરે. પ્લેન શરૂ થઈ ગયું છે. હું તો કદાચ રડી પડું. મારું ટીશર્ટ પરસેવે રેબઝેબ છે. મારાં આંસુ કદાચ એનાથી વધુ ઠંડાં હશે અને એ મારા શરીરનું ટેમ્પરેચર થોડું ઠંડું પણ પાડી શકે છે.’

Whatsapp-channel
entertainment news bollywood news