`હોલિડે`ની રિલીઝને 10 વર્ષ પૂરા થતાં ફિલ્મમેકરે કર્યો મોટો ખુલાસો

07 June, 2024 08:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિપુલ અમૃતલાલ શાહની સંપૂર્ણ મનોરંજક `હોલિડે` એ રિલીઝના 10 વર્ષ પૂર્ણ કર્યા! ફિલ્મ નિર્માતા પ્લોટ, ટ્રીટમેન્ટ, પરફોર્મન્સ વિશે વાત કરે છે

હોલિડે

વિપુલ અમૃતલાલ શાહની 2014માં રિલીઝ થયેલી ફિલ્મ `હોલિડે: અ સોલ્જર ઈઝ નેવર ઑફ ડ્યૂટી`ને રિલીઝ થયાને 10 વર્ષ થઈ ગયા છે. એવામાં મહત્વની વાત એ છે કે આ ફિલ્મે દેશભક્તિની સાથે ક્યારેય ન ભૂલી શકાય એવી એન્ટરટેઈન્મેન્ટ સ્ટોરી પણ બધાની સામે રજૂ કરી હતી. એ.આર. મુરુગડોસ દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મમાં અક્ષય કુમારે એક આર્મી ઑફિસરની ભૂમિકા ભજવી હતી. તેના સિવાય આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા, ફ્રેડી દારૂવાલા, સુમિત રાઘવન અને ગોવિંદા પણ મહત્વની ભૂમિકામાં હતા.

`હોલિડે`ની સ્ટોરી એક ઈન્ડિયન આર્મી ઑફિસર પર આધારિત છે, જે રજાઓમાં મુંબઈ આવે છે. જો કે, આ દરમિયાન તે એક સ્લીપર સેલ નેટવર્કના આતંકવાદીની શોધ કરે છે અને તેના કમાન્ડમાં હાજર બધા સ્લીપર સેલને ડીએક્ટિવેટ કરી દે છે. ફિલ્મમાં હ્યૂમરની સાથે જ એક સૈનિકની પોતાના દેશ માટેની તાકાત, સમર્પણ અને ગરિમાને પણ બહેતરીન અંદાજમાં બતાવવામાં આવ્યો છે. અક્ષય કુમારની એક્ટિંગ અને કેટલાક રોમાંચક દ્રશ્યોની સાથે ફિલ્મ દેશભક્તિની ભાવનાને પણ સામે લાવે છે.

હોલિડેની 10મી એનિવર્સરી નિમિત્તે પ્રૉડ્યૂસર વિપુલ અમૃતલાલ શાહે આવી શાનદાર ફિલ્મ બનાવવા પાછળનો પોતાનો દ્રષ્ટિકોણ જાહેર કર્યો. તે કહે છે, `હોલિડે જાસૂસી થ્રિલર શૈલીની એક નવી ફિલ્મ હતી, જે દર્શકો સામે રજૂ થઈ અને આ એક મોટી હિટ બની. મને લાગે છે કે પ્લૉટ, ટ્રીટમેન્ટ, પરફૉર્મન્સ, બધું એટલું નવું અને શાનદાર હતું કે દર્શકો આની સાથે તરત કનેક્ટ કરી શક્યા. મને લાગે છે કે આ અક્ષય કુમારના બેસ્ટ પર્ફોર્મન્સમાંનું એક છે. આ પાત્ર માટે જે જરૂરી હતું, તે એ કે ખૂબ જ શાંત વ્યવહાર અને પછી એકાએક તેમની અંદર રહેલી હોંશિયારી, જેને અક્ષય કુમારે ખૂબ જ સરળતા અને સુંદરતાથી રજૂ કરી. મુરુગડોસ સરનું દિગ્દર્શન, જે રીતે તેમણે ફિલ્મ લખી હતી, અને જે રીતે તેમણે ફિલ્મનું દિગ્દર્શન કર્યું તે શાનદાર હતું. હું કહીશ કે બધાએ સોનાક્ષી, ફ્રેડી અને બાકી બધા એક્ટર્સે પણ પોત-પોતાના પાત્રને ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યા. મને લાગે છે કે આ જ કારણ હતું કે ઈન્ડિયન સિનેમામાં સ્લીપર સેલનો કૉન્સેપ્ટ ખૂબ જ નવો હતો અને આણે દર્શકોના મનમાં પોતાનું સ્થાન બનાવ્યું. આથી મને લાગે છે કે કુલ મળીને આ એક કમ્પલીટ પેકેજ હતું અને અમે આ વાતને લઈને ખૂબ જ શ્યોર હતા. ગોવિંદાનો કેમિયો ફિલ્મમાં જબરજસ્ત કેમિયો હતો. આથી કુલ મળીને જ્યારે ફિલ્મ જોઈ, તો એડિટ્સમાં પણ અને અમે જ્યારે સ્ક્રિપ્ટ વાંચી રહ્યા હતા, અમને ખબર હતી અમારા હાથમાં જે છે તે ખૂબ જ ખાસ છે અને મને આનંદ છે કે 10 વર્ષના સમયમાં ફિલ્મે દર્શકોના મનમાં એક પ્રકારનો કલ્ટ સ્ટેટસ હાંસલ કર્યો છે.`

`હોલિડે` એક કમ્પલીટ એન્ટરટેનર ફિલ્મ હતી. આની શાનદાર સ્ટોરી સિવાય, આના મ્યૂઝિક એલ્બમમાં `શાયરાના`, `તૂ હી તો હૈ`, `અશ્ક ના હો`, `બ્લેમ ધ નાઈટ` અને `પલંગ તોડ` જેવા હિટ ગીત હતા. દર્શકોએ આ ગીતોને પણ ખૂબ જ પસંદ કર્યા અને ક્રિસે પણ આના ખૂબ જ વખાણ કર્યા. આ બૉક્સ ઑફિસ પર હિટ રહી અને વર્ષની સૌથી મોટી બ્લૉકબસ્ટર્સ ફિલ્મોમાંની એક રહી.

akshay kumar holiday: a soldier is never off duty sonakshi sinha bollywood buzz govinda bollywood news bollywood entertainment news