વિક્રાંત મૅસી કહે છે, ઘરમાં શાંતિ જોઈતી હોય તો અવારનવાર પત્નીને પગે લાગો

09 November, 2024 07:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરવા ચૌથ પર વિક્રાંત મૅસીએ પોતે પત્નીને પગે લાગતો હોય એવો ફોટો શૅર કર્યો હતો.

વિક્રાંત મૅસી પત્નીને પગે લાગી રહ્યો છે

કરવા ચૌથ પર વિક્રાંત મૅસીએ પોતે પત્નીને પગે લાગતો હોય એવો ફોટો શૅર કરેલો. આ ફોટો જોઈને ઘણા લોકોએ સોશ્યલ મીડિયા પર ગાળો આપી હતી. આ સંદર્ભમાં વિક્રાંતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું માનું છું કે તમને ઘરમાં શાંતિ જોઈતી હોય તો તમારે અવારનવાર પત્નીને પગે લાગવું જોઈએ, મારી પત્ની મારા ઘરની લક્ષ્મી છે અને મને નથી લાગતું કે લક્ષ્મીને પગે લાગવું એ ખોટું કહેવાય.

vikrant massey bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news