વિક્રાન્ત મૅસીના ભાઈએ અપનાવ્યો છે મુસલમાન ધર્મ, એક્ટરનો પરિવાર છે…

21 February, 2024 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Vikrant Massey Multi Faith Family : અભિનેતા વિક્રાન્ત મૅસીએ એક ઇન્ટરવ્યૂમાં પરિવાર અને ધર્મ પરિવર્તન અંગે દિલ ખોલીને વાત કરી

વિક્રાન્ત મૅસી (ફાઇલ તસવીર)

થોડા સમય પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ‘ટેવ્લ્થ ફેઇલ’ (12th Fail) દ્વારા બધાની વાહવાહી મેળવનાર એક્ટર વિક્રાન્ત મૅસી (Vikrant Massey) આ દિવસોમાં ચર્ચામાં છે. તાજેતરમાં અભિનેતા વિક્રાન્ત મૅસીએ પોતાના અંગત જીવનના ઘણા પાના મીડિયા સમક્ષ ખોલ્યા (Vikrant Massey Multi Faith Family). પોતાના સંઘર્ષની સાથે તેણે પોતાના પરિવાર વિશે પણ વાત કરી છે. જેમાં એક્ટર વિક્રાન્ત મૅસીએ ધર્મ પરિવર્તન અંગે પણ વાતચીત કરી છે. એટલું જ નહીં, અભિનેતાએ પણ જણાવ્યું કે તેના ભાઈએ નાની ઉંમરમાં જ મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો. અભિનેતાએ એ પણ જાહેર કર્યું કે, જ્યારે તેના ભાઈએ તેને ઘરે આ વિશે કહ્યું ત્યારે તેના પિતાની પ્રતિક્રિયા શું હતી.

અનફિલ્ટર્ડ વિથ સમદીશ (Unfiltered with Samdish) શોમાં હોસ્ટ સમદીશ ભાટિયા (Samdish Bhatia) સાથે વાત કરતી વખતે એક્ટર વિક્રાન્ત મૅસીએ કહ્યું કે, તેના પરિવારમાં દરેક વ્યક્તિ અલગ-અલગ બૅકગ્રાઉન્ડમાંથી છે.

જોલી મૅસી અને મીના મૅસીના પરિવારમાં જન્મેલા વિક્રાન્ત મૅસીના પરિવારમાં દરેકનો અલગ ધર્મ છે. અભિનેતાએ જણાવ્યું કે તેની માતા શીખ છે, તેના પિતા ખ્રિસ્તી છે અને તેના ભાઈ મોઈન યુવાનીમાં જ ઈસ્લામ ધર્મ અપનાવી ચૂક્યા છે. અભિનેતાએ કહ્યું, ‘મારા ભાઈનું નામ મોઈન છે, મારું નામ વિક્રાન્ત છે. તમે વિચારી રહ્યા હશો કે મારા ભાઈનું નામ મોઈન કેમ છે, કારણ કે જ્યારે મારો ભાઈ ૧૭ વર્ષનો હતો ત્યારે તેણે ઈસ્લામ અંગીકાર કર્યો હતો, તેના જીવનનું આ એક મોટું પગલું હતું.’

વિક્રાન્ત મૅસીએ આ વાતચીતમાં વધુમાં જણાવ્યું કે, જ્યારે તેના ભાઈ મોઈને તેનો ધર્મ બદલવાનો નિર્ણય કર્યો ત્યારે તેના માતા-પિતાની પ્રતિક્રિયા શું હતી. અભિનેતાએ કહ્યું, ‘મારા પરિવારે મારા ભાઈને તેનો ધર્મ બદલવાની મંજૂરી આપી. તેઓએ તેને કહ્યું કે જો તને તેમાં શાંતિ મળે, તો આગળ વધ.’

જો કે તે એટલું સરળ રહ્યું નથી. વિક્રાન્ત મૅસીએ જણાવ્યું કે, ‘જ્યારે મોટા ભાઈએ ઈસ્લામ અંગીકાર કર્યો ત્યારે સંબંધીઓએ તેના પિતા પર સવાલ ઉઠાવ્યા હતા. એક્ટરે કહ્યું, `મારા નજીકના સંબંધીઓએ મારા પિતાને પ્રશ્ન કર્યો કે તમે આ (ભાઈના ધર્મ પરિવર્તન)ને કેવી રીતે મંજૂરી આપી શકો છો. તેમણે કહ્યું કે આ તેમનું કામ નથી. તે મારો પુત્ર છે. તે ફક્ત મારા માટે જ જવાબદાર છે અને તેને જે જોઈએ તે પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આ જોઈને મેં મારી શોધ શરૂ કરી અને વિચારવા લાગ્યો કે ધર્મ શું છે? આ માણસે બનાવેલી વસ્તુ છે.’

એટલું જ નહીં, એક્ટરે એમ પણ કહ્યું કે તેની માતા શીખની છે, તેના પિતા અઠવાડિયામાં બે વાર ચર્ચ જાય છે. અભિનેતાએ કહ્યું કે, તેણે ખૂબ જ નાની ઉંમરથી ધર્મ અને આધ્યાત્મિકતા પર ચર્ચાઓ અને વિવાદો થતા જોયા છે.

તમને જણાવી દઈએ કે, વિક્રાન્ત મૅસીએ વર્ષ ૨૦૨૨માં શીતલ ઠાકુર સાથે લગ્ન કર્યા હતા અને તાજેતરમાં જ તેઓ એક પુત્રના માતાપિતા બન્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિક્રાન્ત મૅસીએ ટૂંક સમયમાં એકતા કપૂર (Ekta Kapoor)ની ફિલ્મ `ધ સાબરમતી રિપોર્ટ` (The Sabarmati Report)માં જોવા મળશે. આ સિવાય રાજકુમાર હિરાની (Rajkumar Hirani)ની વેબ સિરીઝ માટે પણ તેના નામની ચર્ચા ચાલી રહી છે.

vikrant massey hinduism entertainment news bollywood bollywood news bollywood gossips