વિક્રાન્ત મૅસી બન્યો દીકરાનો પિતા

09 February, 2024 06:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શીતલે બુધવારે દીકરાને જન્મ આપ્યો છે. એની જાહેરાત વિક્રાન્તે સોશ્યલ મીડિયામાં કરી છે.

વિક્રાંત મૅસી

વિક્રાન્ત મૅસી અને તેની વાઇફ શીતલ ઠાકુરે તેમના પહેલા બાળકનું સ્વાગત કર્યું છે. શીતલે બુધવારે દીકરાને જન્મ આપ્યો છે. એની જાહેરાત વિક્રાન્તે સોશ્યલ મીડિયામાં કરી છે. સૌકોઈ તેમને શુભેચ્છા આપી રહ્યા છે. વિક્રાન્તની ‘12th ફેલ’ લોકોને ખૂબ ગમી છે. તે હવે ‘યાર જિગરી’, ‘સેક્ટર 36’ અને ‘ફિર આઇ હસીન દિલરુબા’માં જોવા મળવાનો છે. ૨૦૨૨ની ૧૪ ફેબ્રુઆરીએ વિક્રાન્ત મૅસી અને શીતલ ઠાકુરે લગ્ન કર્યાં હતાં. દીકરાના આવવાની ખુશી ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં વિક્રાન્તે લખ્યું કે ‘૦૭.૦૨.૨૦૨૪ના દિવસે અમે પેરન્ટ્સ બન્યા. અમને એ જણાવતાં આનંદ અને ખુશી થાય છે કે અમારા દીકરાનો જન્મ થયો છે.’

vikrant massey entertainment news bollywood news bollywood buzz bollywood