26 November, 2022 07:31 PM IST | Pune | Gujarati Mid-day Online Correspondent
વિક્રમ ગોખલે અને અક્ષય કુમારની તસવીરનું કૉલાજ
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના (Hindi Film Industry) વધુ એક જાણીતા કલાકારે વિશ્વને અલવિદા કહી દીધું છે. એક્ટર વિક્રમ ગોખલેનું (Actor Vikram Gokhale passed Away) નિધન થઈ ગયું છે. 26 નવેમ્બરના બપોરે વિક્રમે પોતાના અંતિમ શ્વાસ લીધા. તે છેલ્લા ઘણાં દિવસથી પુણેની હૉસ્પિટલમાં (Pune Hospital) દાખલ હતા. ઘણાં દિવસોથી તેમના નિધનની અફવા ચાલતી હતી, જેને તેમનો પરિવાર ખોટી જાહેર કરતો હતો. હવે જ્યારે અભિનેતા ખરેખર દુનિયા છોડીને ચાલ્યા ગયા છે, ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ શોકમગ્ન છે.
શોકમાં ડૂબ્યા અક્ષય કુમાર
બૉલિવૂડ એક્ટર અક્ષય કુમાર, અનુપમ ખેર, રવીના ટંડન અને અશોક પંડિતે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. અક્ષય કુમારે વિક્રમ ગોખલે સાથે ફિલ્મ `ભૂલ ભુલૈયા`માં કામ કર્યું હતું. ફિલ્મમાં અક્ષયે ડૉક્ટર અને વિક્રમે એક બાબાનો રોલ ભજવ્યો હતો. એક્ટરને યાદ કરતા અક્ષય કુમારે લખ્યું છે કે, "વિક્રમ ગોખલેજીના નિધન વિશે સાંભળીને દુઃખ થઈ રહ્યું છે. મેં તેમની સાથે ભૂલ ભુલૈયા અને મિશન મંગલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. હજી તેમની પાસેથી ઘણું બધું શીખવાનું હતું. ઓમ શાંતિ."
અનુપમ ખેર અને રવીના ટંડને પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. અશોક પંડિતે લખ્યું કે, "મરાઠી રંગમંચ, ટીવી અને સિનેમાના બાદશાહ આદરણીય #VikramGokhaleજી આપણી વચ્ચે નથી રહ્યા. ઈન્ડસ્ટ્રી માટે આ ખૂબ જ મોટું નુકસાન છે. તેમના પરિવારને અમારા તરફથી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. ઓમ શાંતિ."
વિક્રમ ગોખલે પુણેની દીનાનાથ હૉસ્પિટલમાં છેલ્લા ઘણાં દિવસથી દાખલ હતા. તેમની સ્થિતિ નાજુક હતી અને ડૉક્ટર્સ સતત તેમને સ્વસ્થ કરવામાં લાગેલા હતા. હૉસ્પિટલમાંથી એક્ટરના સ્વાસ્થ્યને લઈને અપડેટ પણ આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિક્રમ ગોખલે વેન્ટિલેટર પર છે અને જીવન તેમજ મૃત્યુ વચ્ચે જજૂમી રહ્યા છે. તેમના મલ્ટિપલ ઑર્ગન ફેલ્યોર થયા હતા.
આ પણ વાંચો : જ્યારે Vikram Gokhale માટે Amitabh Bachchanએ લખ્યો CMને પત્ર, થયું મોટું કામ
દાયકાઓ સુધી છવાયેલા રહ્યા વિક્રમ ગોખલે
કરિઅરની વાત કરીએ તો વિક્રમ ગોખલેએ એક્ટિંગની શરૂઆત 1971માં કરી હતી. તેમની પહેલી ફિલ્મ પરવાના હતી, જેમાં તે અમિતાભ બચ્ચન સાથે જોવા મળ્યા. ત્યાર બાદ તેમણે હમ દિલ દે ચૂકે સનમ, ખુદા ગવાહ, અગ્નિપથ જેવી અનેક અન્ય ફિલ્મમાં કામ કર્યું. તેમની છેલ્લી ફિલ્મ શિલ્પા શેટ્ટી અને અભિમન્યુ દાસાની સ્ટારર નિકમ્મા હતી. વિક્રમ ગોખલેએ થિએટર, મરાઠી સિનેમા અને ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીમાં પણ હાથ અજમાવ્યો હતો. સાથે જ તેઓ ડિરેક્ટર પણ હતા.