સિદ્ધાર્થ માલ્યાને વેડિંગ ગિફ્ટમાં ‘કામસૂત્ર’ મળ્યું

27 June, 2024 04:56 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

આ પુસ્તક તેને તુશિતા પટેલે ગિફ્ટ કર્યું છે જેણે અગાઉ વિજય માલ્યાની એક્ઝિક્યુટિવ અસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું.

સિદ્ધાર્થ માલ્યાને વેડિંગ ગિફ્ટમાં ‘કામસૂત્ર’ મળ્યું

સિદ્ધાર્થ માલ્યાએ તાજેતરમાં બ્રિટનના પિતાના ભવ્ય મૅન્શનમાં ગર્લફ્રેન્ડ જાસ્મિન સૅન્ટિયાગો સાથે લગ્ન કર્યાં હતાં. સિદ્ધાર્થ માલ્યાએ સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે તેને વેડિંગ ગિફ્ટ તરીકે કામસૂત્ર પુસ્તક મળ્યું છે. આ પુસ્તક તેને તુશિતા પટેલે ગિફ્ટ કર્યું છે જેણે અગાઉ વિજય માલ્યાની એક્ઝિક્યુટિવ અસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. સિદ્ધાર્થ માલ્યાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કામસૂત્રનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘તુશિતા પટેલે બેસ્ટ વેડિંગ ગિફ્ટ આપી છે.’ તો તુશિતાએ પણ આ આ ફોટો પોસ્ટ કરીને એવું લખ્યું હતું કે નવપરિણીત યુગલ માટે આ ‘યુઝર મૅન્યુઅલ’ છે. મહર્ષિ વાત્સ્યાયન લિખિત કામસૂત્રમાં સેક્સ્યુઆલિટી, શૃંગારિકતા અને ઇમોશનલ સૅટિસ્ફૅક્શનની વાત કરવામાં આવી છે. સિદ્ધાર્થ માલ્યાએ આ પુસ્તક ભેટમાં આપવા બદલ તુશિતાનો આભાર માન્યો હતો. સિદ્ધાર્થ અને જાસ્મિનનાં લગ્ન હર્ટફોર્ડશરના ટેવિન ગામમાં આવેલા લેડીવૉક મૅન્શનમાં થયાં હતાં જે વિજય માલ્યાએ F1 ચૅમ્પિયન લુઇસ હૅમિલ્ટનના પિતા ઍન્થની હૅમિલ્ટન પાસેથી આશરે ૧ અબજ ૧૭ કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.

siddharth mallya vijay mallya sid mallya london life masala entertainment news bollywood news bollywood